ઈતિહાસમાં પહેલીવાર કેરળમાં આટલી બેઠકો જીતી શકે ભાજપ! જુઓ દક્ષિણ ભારતના એક્ઝિટ પોલ
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024ના તમામ સાત તબક્કાઓનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. તેની સાથે જ આ ચૂંટણીના મહાસંગ્રામમાં કોનો વિજય થઇ રહ્યો છે તેને લઈને વિવિધ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવી રહ્યા છે. ન્યૂઝ 18ના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપની આગેવાની હેઠળના એનડીએને દક્ષિણ ભારતમાં ફાયદો થતો જણાય છે. એનડીએ 51થી 54 બેઠક જીતી શકે છે. ભાજપ એકલા હાથે 34થી 36 બેઠકો જીતી શકે છે. વર્ષ 2019ની ચૂંટણીમાં દક્ષિણ ભારતના 5 રાજ્યોમાં ભાજપને માત્ર 29 બેઠકો મળી હતી. આ વખતે 5થી 7 બેઠકોનો ફાયદો જોવા મળી રહ્યો છે. ભાજપ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળમાં ખાતા ખોલાવી શકે છે. છેલ્લી ચૂંટણીમાં આ ત્રણ રાજ્યોમાં ભાજપને એક પણ બેઠક મળી ન હતી.
BJP+ |
INC+ |
OTH |
|
D-Dynamics |
371 |
125 |
47 |
Matrize |
353-368 |
118-133 |
43-48 |
P MARQ |
359 |
154 |
30 |
Jan Ki Baat |
362-392 |
141-161 |
10-20 |
News Nation |
342-378 |
153-169 |
21-23 |
CNX |
371-401 |
109-139 |
28-38 |
CHANAKYA |
400 |
107 |
36 |
C-Voter |
353-383 |
152-182 |
04-12 |
Times Now-ETG |
358 |
152 |
33 |
AXIS |
361-401 |
131-166 |
8-20 |
કેરળમાં NDAનું ખાતું ખુલી શકે છે
ન્યૂઝ 18ના એક્ઝિટ પોલ અનુસાર, કેરળની વાત કરીએ તો આ વખતે અહીં એનડીએનું ખાતું ખુલી શકે છે અને તેને 1-3 સીટો મળી શકે છે. જો એક્ઝિટ પોલ સાચા સાબિત થશે તો ભાજપ કેરળમાં ઈતિહાસ રચશે. આજ સુધી પાર્ટી અહીં એકપણ બેઠક જીતી શકી નથી. બીજી તરફ I.N.D.I.A. ગઠબંધને 15થી 18 બેઠખ મળવાની ધારણા છે. કોંગ્રેસના ખાતામાં 12-15 બેઠક જઈ શકે છે.
તમિલનાડુ: એક્ઝિટ પોલ અનુસાર તમિલનાડુ અને પુડુચેરીની 40 લોકસભા બેઠકમાંથી એનડીએ ગઠબંધનને1થી 3 બેઠક મળી શકે છે. જ્યારે I.N.D.I.A ગઠબંધનને 36થી 39 બેઠક મળી શકે છે. બે બેઠકો અન્યને જઈ શકે છે. જો ચોથી જૂનના પરિણામ એક્ઝિટ પોલના પરિણામની આસપાસ આવે તો તમિલનાડુમાં ભાજપને સૌથી મોટો ફાયદો મળી શકે છે. 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપે 5 બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ ખાતું પણ ખોલાવી શક્યું ન હતું.
આંધ્ર પ્રદેશ: આંધ્ર પ્રદેશ એવું રાજ્ય છે જ્યાં એનડીએ ગઠબંધનને સૌથી વધુ ફાયદો થતો જોવા મળી રહ્યો છે. એક્ઝિટ પોલ અનુસાર એનડીએ 19થી 22 બેઠક જીતી શકે છે. જેમાં ભાજપને 4થી 6 બેઠકો મળી શકે છે. 2019 લોકસભા ચૂંટણીમાં અહીં ભાજપને એક પણ બેઠક મળી ન હતી. કોંગ્રેસનું ખાતું પણ ખૂલ્યું ન હતું. આ વખતે પણ કોંગ્રેસને એકપણ બેઠક મળે તેમ લાગતું નથી.
તેલંગાણા: લોકસભા ચૂંટણી 2019માં કર્ણાટક સિવાય સમગ્ર દક્ષિણ ભારતમાં ભાજપ માત્ર તેલંગાણામાં જ જીત્યું હતું. પાર્ટીએ 17 બેઠકો પર ચૂંટણી લડી હતી અને ચાર બેઠકો જીતવામાં સફળ રહી હતી. આ વખતે તેને 7થી 10 બેઠક મળી શકે છે. એટલે કે ભાજપને ફાયદો થતો જણાય છે. બીજી તરફ I.N.D.I.A ગઠબંધનને 5થી 8 બેઠક મળવાની ધારણા છે. જેમાં તમામ બેઠક કોંગ્રેસના ખાતામાં જઈ શકે છે. 2019માં કોંગ્રેસને ત્રણ બેઠકો મળી હતી. એટલે કે તેલંગાણામાં કોંગ્રેસને પણ લીડ મળી રહી છે.
આ વખતે લોકસભા ચૂંટણી 2024માં કુલ 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોની 543 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુજરાતના સુરતની બેઠક બિનહરિફ જાહેર થતાં અહીં ભાજપ જીતી ગયો હતો. એટલે કે હવે 542 બેઠકો પર એક્ઝિટ પોલના પરિણામ થઈ રહ્યા છે. જેમાં મોટાભાગનો પોલમાં એનડીએ 350થી વધું અને I.N.D.I.A ગઠબંધનને 125થી વધુ બેઠક મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: ચાણક્ય-સી વૉટર સહિતના સાત એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને તમામ 26 બેઠક