દેશનું માથું શરમથી ઝૂકાવે તેવી ઘટના, 64 લોકોએ સગીરાને બનાવી હવસનો શિકાર
Pathanamthitta Rape Case: કેરળમાં દેશનું માથું શરમથી ઝૂકાવે દે તેવી ઘટના સામે આવી છે. કેરળના પથાનમથિટ્ટા જિલામાં અલગ-અલગ જગ્યાએ દલિત સગીરાનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. ક્રૂરતાનો આ ખેલ 4 વર્ષ સુધી ચાલ્યો અને આ દરમિયાન 64 લોકોએ આ યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી. આવી સ્થિતિમાં, છોકરી માનસિક આઘાતમાં સપડાઈ ગઈ નાને બધા જ પુરુષોમાં તેને શેતાન દેખાવા લાગ્યો. તેમજ તેનો વિશ્વાસ તૂટી ગયો હતો, પરંતુ અંતે 18 વર્ષની ઉંમરે તેણે હિંમત કરીને શાળાના કાઉન્સેલિંગમાં પોતાની દર્દનાક કહાની સંભળાવી, જેનાથી લોકો ગુસ્સે થઈ ગયા.
13 વર્ષની ઉંમરે પહેલીવાર થયું યૌન શોષણ
આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 64 લોકોની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે હજુ કેટલાક લોકોની ધરપકડ કરવાની બાકી છે. સગીરાએ જણાવ્યું કે વર્ષ 2019માં મારી માત્ર 13 વર્ષની ઉંમરે મારી સ્કૂલમાં ભણતા એક છોકરાએ મારું પહેલીવાર યૌન શોષણ કર્યું હતું. તે સમયે મને સમજાયું નહીં કે શું કરવું? આ પછી જ્યારે યૌન શોષણ કરનારે તેના મિત્રોને કહ્યું તો તેઓએ પણ મને બ્લેકમેલ કરીને હવસનો શિકાર બનાવી.' જો કે, સગીરાએ આ વાત ભૂલાવીને આગળ વધવાનું નક્કી કર્યું અને શાળામાં સ્પોર્ટ્સ ટીમમાં ભાગ લીધો.
કોચે પણ સગીરાને હવસનો શિકાર બનાવી
સ્પોર્ટ્સ ટીમમાં જોડાયા બાદ તે કોચ પર ઘણો વિશ્વાસ કરવા લાગી હતી. સગીરાએ તેની સાથે થયેલા શોષણની વાત કોચને કરી. પરંતુ કોચે પણ સગીરાની મદદ કરવાના બદલે તેને પોતાનો શિકાર બનાવી. ત્યારે સગીરાને લાગ્યું કે આ ઘટનાઓ તેના સંબંધીઓને જણાવવી જોઈએ. પરંતુ તેમણે પણ સગીરાનું શોષણ કર્યું, જેના કારણે યુવતી અંદરથી તૂટી ગઈ અને તેને આ દુનિયા પરથી ભરોસો ઉઠી ગયો.
આ મામલો કેવી રીતે સામે આવ્યો?
પોલીસે જણાવ્યું કે જાતીય સતામણીના આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. છઠ્ઠો વ્યક્તિ પહેલેથી જ જેલમાં છે. સગીરા બે મહિના પહેલા 18 વર્ષની થઈ હતી. પથાનમથિટ્ટા બાળ કલ્યાણ સમિતિના પ્રમુખ રાજીવ એન. અનુસાર, સગીરાએ શાળાના કાઉન્સેલિંગ સેશનમાં પહેલીવાર જે જાતીય શોષણનો સામનો કરવો પડ્યો હતો તે વિશે જણાવ્યું. બાળ કલ્યાણ સમિતિની દરમિયાનગીરી બાદ પોલીસ કેસ નોંધવામાં આવ્યો હતો. બાળકી પર યૌન શોષણ કરનારા મોટાભાગના આરોપીઓ કોચ, ક્લાસમેટ અને સ્થાનિક રહેવાસીઓ છે. જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પોક્સો એક્ટ અને અન્ય બાબતો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.