Get The App

કેરળમાં બસ સાથેની ટક્કરમાં કારનું કચ્ચરઘાણ, MBBS ભણતાં 5 વિદ્યાર્થીના કમકમાટીભર્યા મોત

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
Kerala Road Accident


Kerala Car Bus Collision: કેરળમાં ગઈકાલ મોડી રાત્રે ભીષણ અકસ્માત સર્જાતાં એમબીબીએસનો અભ્યાસ કરી રહેલા પાંચ વિદ્યાર્થીઓના કમકમાટીભર્યા મોત થયા છે. બસ અને કાર વચ્ચે એટલી જોરદાર ટક્કર થઈ હતી કે, કાર કૂચો વળી જતાં તેમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે જણને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

મૃતકો અલાપ્પુઝા મેડિકલ કોલેજના વિદ્યાર્થી

કેરળના અલાપ્પુઝામાં કલાકોડ નજીક રાજ્યની કેએસઆરટીસી બસ અને કાર અથડાઈ હતી. જેમાં કારનો કુચો વળી જતાં મૃતકોને બહાર કાઢવા પોલીસને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટના પાછળનું કારણ હજી સુધી જાણી શકાયુ નથી. પોલીસને શંકા છે કે, ફેંગલ વાવાઝોડાના લીધે છેલ્લા બે દિવસથી કેરળમાં ભારે વરસદ થઈ રહ્યો છે. જેના લીધે માર્ગ પર લપસી જવાની ઘટનાઓના કારણે આ અકસ્માત સર્જાયો હશે. મૃતકોમાં લક્ષદ્વિપ નિવાસી દેવનંદન, મોહમ્મદ ઈબ્રાહિમ, આયુષ શાજી, શ્રીદીપ વલસન, મોહમ્મદ જબ્બાર વંદનમ મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા હતા. 



આ પણ વાંચોઃ કોલ્ડ ડ્રિંક્સ, સિગારેટ અને તમાકુ થશે મોંઘા, 35% સુધી નવો GST દર લાગુ કરવાની તૈયારી 

સીસીટીવી કેમેરાની તપાસ

કેરળ પોલીસે જણાવ્યા અનુસાર, કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે, એક કાર અને બસ વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો છે. જાણકારી મળતાં જ પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. કારનો ડુચો વળી ગયો હતો, જેથી કટર મગાવી કારને કાપી તેમાંથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસ વધુ તપાસ માટે સીસીટીવી કેમેરા ખંગોળી રહી છે. 

કેરળમાં બસ સાથેની ટક્કરમાં કારનું કચ્ચરઘાણ, MBBS ભણતાં 5 વિદ્યાર્થીના કમકમાટીભર્યા મોત 2 - image


Google NewsGoogle News