Get The App

ડ્રગનો સૌથી મોટો જથ્થો જપ્ત, NCBએ કોચીમાં 12,000 કરોડ રૂપિયાનું હેરોઈન પકડ્યું

કોચીના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

NCB અને ભારતીય નૌકાદળની સંયુક્ત ટીમે અરબી સમુદ્રમાં અંદાજે 2500 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

Updated: May 13th, 2023


Google NewsGoogle News
ડ્રગનો સૌથી મોટો જથ્થો જપ્ત, NCBએ કોચીમાં 12,000 કરોડ રૂપિયાનું હેરોઈન પકડ્યું 1 - image


કોચીના દરિયાકાંઠે ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ અત્યાર સુધીની સૌથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ભારતીય નૌકાદળ સાથે સંયુક્ત ઓપરેશનમાં 12,000 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કર્યું છે.  નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ સંજય કુમાર સિંહે જણાવ્યું હતું કે તેઓ આ મામલે 4 વાગ્યે પત્રકાર પરિષદ યોજીને આ મામલે વધુ માહિતી આપશે.

અત્યાર સુધીનો સૌથી મોટો હેરોઈનનો જથ્થો જપ્ત

NCB અને ભારતીય નૌકાદળની સંયુક્ત ટીમે અરબી સમુદ્રમાં અંદાજે 2500 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત આશરે રૂ. 12,000 કરોડ છે, સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ અત્યાર સુધીનો સૌથી મોટો જપ્ત કરાયેલ માલસામાન છે.  એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંજય કુમાર સિંહે જણાવ્યું હતું કે જપ્ત કરાયેલા કેટલાક પેકેટમાં 'મેડ ઇન પાકિસ્તાન' સીલ છે. તેમણે કહ્યું કે આ ડ્રગ્સ ભારત, શ્રીલંકા અને માલદીવમાં આપવાનું હતું.

જહાજની હિલચાલ અંગેની સૂચનાના આધારે કાર્યવાહી 

બલુચિસ્તાનના મકરાન કિનારેથી મેથામ્ફેટામાઈનનો જંગી જથ્થો વહન કરતા જહાજની હિલચાલ અંગેની સૂચનાના આધારે કાર્યવાહી કરી હતી. જપ્ત કરાયેલી થેલીઓ, અટકાયત કરાયેલ વ્યક્તિ, મધર શિપમાંથી જપ્ત કરાયેલી બોટ અને કેટલીક અન્ય વસ્તુઓ આજે કોચી ખાતે લાવવામાં આવી હતી અને આગળની કાર્યવાહી માટે NCBને સોંપવામાં આવી હતી.


Google NewsGoogle News