હવે સીપીએમમાં હાવી થશે કેરળ લોબી! કોણ છે એમ.એ.બેબી, જે લઈ શકે છે સીતારામ યેચુરીનું સ્થાન

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
હવે સીપીએમમાં હાવી થશે કેરળ લોબી! કોણ છે એમ.એ.બેબી, જે લઈ શકે છે સીતારામ યેચુરીનું સ્થાન 1 - image


Image: Facebook

Kerala Politics: સીપીએમના દિગ્ગજ નેતા અને મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન થઈ ગયુ છે. તેમના મોતની સાથે જ વામપંથી રાજનીતિએ એક મોટા નેતાને ગુમાવી દીધા છે. યેચુરીના મોત બાદ સીપીએમ માટે તેમનો વિકલ્પ શોધવો પણ એક પડકાર હશે. સીતારામ યેચુરી કેરળથી લઈને દિલ્હી સુધી એક ચર્ચિત ચહેરો હતા અને રાષ્ટ્રીય રાજનીતિમાં વામપંથી દળોની પ્રાસંગિકતાની દ્રષ્ટિથી તેમનું મહત્વ હતું. દરમિયાન સીપીએમમાં તેમના વિકલ્પની શોધ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી એક અઠવાડિયાની અંદર સીતારામ યેચુરીના ઉત્તરાધિકારીને લઈને નિર્ણય લઈ શકાય છે.

સીતારામ યેચુરીનો કાર્યકાળ આગામી વર્ષે એપ્રિલમાં જ સમાપ્ત થવાનો હતો એટલે કોઈ અન્ય નેતાને પસંદ કરવાના હતાં પરંતુ હવે આ પહેલા જ આ મુદ્દે મંથન કરવું પડશે. અત્યાર સુધી જે નામોની ચર્ચા થઈ રહી છે. તેમાં કેરળના એમ.એ. બેબી અને એ. વિજયરાઘવનના નામ આગળ ચાલી રહ્યાં છે. પોલિટ બ્યૂરોના કુલ 17 મેમ્બરોમાં વૃંદા કરાત, પ્રકાશ કરાત અને માણિક સરકાર જેવા નેતા પણ છે, જેમની ઉંમર હવે 75થી વધુ છે. સીપીએમમાં એ નિયમ પણ છે કે 75 વર્ષથી વધુની ઉંમરના નેતાઓને સંગઠનની જવાબદારી મળવી જોઈએ નહીં.

પોલિટ બ્યૂરોમાં સામેલ નેતાઓમાં બંગાળના તપન સેન, આંધ્રના બીવી રાઘવલુ અને કેરળના એમ.એ. બેબી એવા છે, જેમની ઉંમર 75થી ઓછી છે. કહેવાઈ રહ્યું છે કે સીપીએમમાં કેરળ લોબી જ મજબૂત છે કેમ કે રાજ્યમાં પાર્ટીની સરકાર છે. આ સિવાય બંગાળ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં વામપંથી દળ હવે કમજોર સ્થિતિમાં છે. તેથી પૂર્ણ શક્યતા છે કે કેરળ લોબીના નેતા એમ.એ.બેબીને જ કમાન આપી શકે છે.

એમ.એ. બેબી દાયકાથી સીપીએમના નેતા છે અને 40 વર્ષ પહેલા તે વિદ્યાર્થી સંગઠન એસએફઆઈના ઓલ ઈન્ડિયા પ્રેસિડેન્ટ છે. તેમના પદ પરથી રાજીનામું આપ્યા બાદ જ સીતારામ યેચુરીને કમાન મળી ગઈ. હવે યેચુરીના નિધન બાદ એમ.એ.બેબી તેમના સ્થાને પાર્ટીના મહાસચિવ બની શકે છે. પોલિટ બ્યૂરોમાં કેરળના સીએમ પિનારાઈ વિજયન, એમવી ગોવિંદન અને એ.વિજયરાઘવન પણ પોલિટ બ્યૂરોના સભ્ય છે, જે પ્રભાવશાળી છે. દરમિયાન અટકળો લગાવાઈ રહી છે કે કેરળ લોબીથી જ પાર્ટીને આગામી મહાસચિવ મળી શકે છે.


Google NewsGoogle News