પ્રાઈવેટ પાર્ટ પર ડમ્બેલ્સ લટકાવ્યા, ત્રણ મહિના રેગિંગ... ખૌફનાક કૃત્ય બદલ કેરળમાં 5 વિદ્યાર્થીની ધરપકડ
Kerala Horror Ragging: કેરળના કોટ્ટાયમ સ્થિત એક સરકારી નર્સિંગ કોલેજના પહેલાં વર્ષના વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરનારા ત્રીજા વર્ષના પાંચ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. જુનિયર વિદ્યાર્થીઓએ પોલીસને જણાવ્યું કે, ત્રણ મહિનાથી તેમની સાથે રેગિંગ કરવામાં આવી રહી હતી, જેનાથી પરેશાન થઈને હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ ફરિયાદમાં જણાવ્યું કે, ગત વર્ષે નવેમ્બર મહિનાથી રેગિંગ શરૂ થઈ હતી.
આરોપી વિદ્યાર્થીઓની કરાઈ ધરપકડ
આ ઘટના કોટ્ટાયમની સરકાર નર્સિંગ કોલેજમાં બની હતી. તિરૂવનંતપુરમના રહેવાસી પહેલાં વર્ષમાં અભ્યાસ કરતાં ત્રણ વિદ્યાર્થીઓએ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં છેલ્લાં ત્રણ મહિનાથી હિંસક રેગિંગ વિશે જણાવવામાં આવ્યું છે. ફરિયાદ બાદ આરોપી વિદ્યાર્થીઓને કોલેજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને એન્ટી રેગિંગ એક્ટ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે.
ટોર્ચર કરવાનો વીડિયો બનાવી આપી ધમકી
સમગ્ર બાબતે પોલીસે જણાવ્યું કે, પહેલાં વર્ષના વિદ્યાર્થીઓને નગ્ન ઊભા રહેવા મજબૂર કરવામાં આવ્યા અને તેમના પ્રાઈવેટ પાર્ટ પર ડમ્બેલ્સ લટકાવવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં આરોપી વિદ્યાર્થીઓએ ભૂમિતિ બોક્સમાંથી અણીદાર વસ્તુઓ વડે હુમલો પણ કર્યો. તેમની ક્રૂરતા એટલે જ અટકી, તેમના શરીર પર થયેલી ઈજા પર લોશન લગાવવામાં આવ્યું, જેનાથી દુખાવો વધે. જ્યારે પીડિત દર્દથી બૂમો પાડી રહ્યા હતાં તો તેમના મોંઢામાં જબરદસ્તી લોશન ઠુસી દીધું. આ સિવાય, આરોપી વિદ્યાર્થીઓએ તેનો વીડિયો બનાવ્યો અને પીડિતોને ધમકી આપી કે જો તેમને રેગિંગની ફરિયાદ કરવાની હિંમત કરી હતો ભવિષ્ય જોખમમાં મૂકાઈ જશે.
આ પણ વાંચોઃ ભારતના 2 રાજ્યોનું ભૂગર્ભ જળ પીવાલાયક નથી, કેન્સર અને ઓર્ગન ફેઇલ્યોર જેવી બીમારીનું જોખમ
દારૂ માટે જુનિયર્સ પાસેથી પૈસા લેતા
પીડિતોએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો કે, રવિવારે સિનિયર વિદ્યાર્થી નિયમિત રૂપે જુનિયર્સ પાસેથી દારૂ ખરીદવા માટે પૈસા વસૂલતા હતાં. જે લોકો પૈસા આપવાનો ઈનકાર કરતા હતાં, તેમને માર મારવામાં આવતો હતો. તેમાંથી એક વિદ્યાર્થી જે સહન ન કરી શક્યો, તો તેણે આ ઘટના વિશે પોતાના પિતાને જણાવ્યું. તેના પિતાએ પોલીસમાં ફરિયાદ કરવાનું જણાવ્યું. ફરિયાદ નોંધાયા બાદ તમામ પાંચ આરોપી વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે અને હવે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.