કેરળના ખેડૂત પાસે દુનિયાની સૌથી 'ઠીંગણી' બકરી, ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન
The world's smallest goat is in Kerala: કેરળના એક ખેડૂત પાસે વિશ્વની સૌથી નાની બકરી છે અને આ રેકોર્ડ હવે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થઈ ગયો છે. ગિનિસ બુક દ્વારા આ બકરીને વિશ્વની સૌથી નાની જીવિત બકરી તરીકે માન્યતા આપવામાં આવી છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં પર્યટકોને લઈ જતી કાર ખીણમાં ખાબકી, 3ના મોત, 14 ઈજાગ્રસ્ત
કેટલું છે આ બકરીનું કદ ?
કેરળની આ નાની બકરીનો માલિક પીટર લેનુ નામનો વ્યક્તિ છે. તેમણે કહ્યું કે, 'મને ખબર હતી કે મારી બકરી કરુમ્બી કદમાં ખૂબ નાની એટલે કે ઠીંગણી છે. પરંતુ જ્યારે મારી આસપાસના લોકોએ મને કહ્યું કે, આ બકરીનું ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાની કોશિશ કરવી જોઈએ, ત્યાર બાદ મે તેની પ્રક્રિયા હાથ ધરી હતી.' ગિનિસ બુક અનુસાર આ બકરીનો જન્મ 2021 માં થયો હતો અને સંપૂર્ણ વિકાસ થયા પછી પણ તેની ઊંચાઈ ફક્ત 1 ફૂટ 3 ઇંચ છે.
એવું કહેવાય છે કે, આ બકરી કેનેડિયન પિગ્મી જાતિની છે, જે તેના નાના કદ અને આનુવંશિક વામનતા માટે જાણીતી છે. આ બકરીઓના પગ સામાન્ય રીતે 21 ઇંચથી વધુ લાંબા હોતા નથી.
આ પણ વાંચો: અમેરિકન કંપનીએ ભારતમાં કરી મોટી છટણી, એક ઝાટકે 180 કર્મચારીને રાતોરાત હાંકી કઢાયા
હાલમાં આ બકરી ગર્ભવતી છે
હાલમાં આ નાની બકરી ગર્ભવતી છે અને થોડા સમયમાં તેના બચ્ચાને જન્મ આપશે. ત્યારે એવી પણ આશા રાખવામાં આવી રહી છે કે, તેના બચ્ચા પણ તેના જેવા જ હશે અને તેના બચ્ચા પણ એક નવો રેકોર્ડ બનાવી શકે છે. પીટર લેનુનું કહેવું છે કે, કરુમ્બી ખૂબ જ મિલનસાર છે અને તે ત્રણ અન્ય નર બકરા, નવ માદા બકરા અને દસ નાના બચ્ચા સાથે રહે છે.