VIDEO: મોટી દુર્ઘટના ટળી, એક્સપ્રેસ ટ્રેન તૂટેલા પાટા પરથી નીકળતા અફરાતફરી, કર્મચારીઓ ભાગ્યા
Kerala Express : દેશમાં વધુ એક ટ્રેન દુર્ઘટના ટળી હોવાના અહેવાલો અને વીડિયો સામે આવ્યા છે. કેરાળા એક્સપ્રેસ ટ્રેન આજે મોટી દુર્ઘટનાનો શિકાર થતા બચી ગઈ છે. આ ટ્રેન આજે મધ્ય પ્રદેશથી ઉત્તર પ્રદેશ જઈ રહી હતી. આ દરમિયાન ટ્રેનના કેટલાક કોચ તૂટેલા પાટા પરથી પસાર થતા ભારે અફરાતફરી સર્જાઈ હતી.
પાટા પર સમારકામ કરી રહેલા કર્મચારીઓએ ભાગવું પડ્યું
ઘટના અંગે ડ્રાઈવરનું કહેવું છે કે, તેને અચાનક લાલ ઝંડો દેખાતા તુરંત ટ્રેનને ભ્રેક મારી દીધી હતી, તો પાટા પર કામ કરી રહેલા કર્મચારીઓનું કહેવું છે કે, અમે લાલ ઝંડો બતાવવા છતાં ટ્રેન ઉભી રહી ન હતી. જોકે લોકો પાયલોટે છેવટે ઈમરજન્સી બ્રેક મારતા અચાનક ટ્રેન થોભી ગઈ હતી. આ દરમિયાન કેટલાક કોચ તૂટેલા પાટા પરથી પસાર થઈ ગયા હતા. પાટા પર સમારકામ કરી રહેલા તમામ કર્મચારીઓએ જીવ બચાવીને ભાગવું પડ્યું હતું.
કર્મચારી દોષિત હશે તો કડક કાર્યવાહી કરીશું : રેલવે અધિકારી
રેલવે અધિકારીએ ‘કહ્યું કે, કેરળ એક્સપ્રેસ ટ્રેન દૈલવારાથી લલિતુપુર વચ્ચે પસાર થતી હતી, ત્યારે કેટલાક કર્મચારીઓ પાટા પર કામ સમારકામ કરી રહ્યા હતા. કર્મચારીઓએ લાલ ઝંડો બતાવીને ટ્રેનને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જોકે કેટલાક કોચ તૂટેલા પાટા પરથી પસાર થઈ ગયા હતા. ટ્રેનને લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક મારી હતી. આ ઘટનમાં કોઈ પણ મોટી જાનહાની સર્જાઈ નથી. હાલ આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ કર્મચારી દોષિત હોવાનું સામે આવ્યું તો અમે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું.’
આ પણ વાંચો : 'LAC પર ભારત-ચીન વચ્ચે સંવેદનશીલ સ્થિતિ, હવે અમે કોઈપણ...', સેના પ્રમુખનું મોટું નિવેદન