Get The App

કેરળમાં એમ્બ્યુલન્સ ચાલકને કોરોના દર્દી પર દુષ્કર્મ આચરવા મામલે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

Updated: Apr 12th, 2025

GS TEAM


Google News
Google News
કેરળમાં એમ્બ્યુલન્સ ચાલકને કોરોના દર્દી પર દુષ્કર્મ આચરવા મામલે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી 1 - image


Kerala Misdemeanor Case: કેરળમાં કોરોના સંક્રમિત યુવતી પર દુષ્કર્મના કેસમાં એમ્બ્યુલન્સ ચાલકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઘટના પાંચમી સપ્ટેમ્બર 2020ના રોજ બની હતી. જ્યારે 19 વર્ષની એક યુવતીને કોરોના વાઈરસ માટે સકારાત્મક પરીક્ષણ બાદ સારવાર માટે આદૂર જનરલ હોસ્પિટલમાંથી પંડાલમના કોવિડ સેન્ટરમાં ખસેડવામાં આવી રહી હતી. આ દરમિયાન એમ્બ્યુલન્સ ચાલક નૌફલે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. 

જાણો શું છે મામલો

કેરળના પથાનમથિટ્ટા જિલ્લાની કોર્ટે કાયામકુલામના વતની એવા આ 29 વર્ષીય નૌફાલને 2.12 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. સમગ્ર દેશ કોરોના માહામાર દરમિયાન પીડિત યુવતીને એકલી અદૂર જનરલ હોસ્પિટલથી એમ્બ્યુલન્સ મારફતે પંડાલામ ખાતે આવેલા કોવિડ સારવાર કેન્દ્રમાં લઈ જવાઇ રહી હતી, ત્યારે  એમ્બ્યુલન્સ ચાલક તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સૈન્યની મોટી કાર્યવાહી, 5-5 લાખના ઈનામી ત્રણ આતંકીઓનું એન્કાઉન્ટર


પંડાલમના સારવાર કેન્દ્રમાં આવી પહોંચેલી યુવકીએ આ ઘટનાની ડોક્ટરોને જાણ કરી હતી. પોલીસે યુવતીના નિવેદન પરથી ઝડપી કાર્યવાહી કરીને જરૂરી બધા પુરાવા એકઠા કરીને નૌફાલને પકડીને જેલભેગો કરી દીધો હતો. આ બનાવથી રાજ્યભરમાં હો...હો થઇ ગઇ હતી. અનેક લોકોએ યુવતીને એમ્બ્યુલન્સમાં રાત્રે એકલી મોકલનાર રાજ્યના આરોગ્ય સાત્તાવાળાઓની ટીકા કરી હતી.

કેરળમાં એમ્બ્યુલન્સ ચાલકને કોરોના દર્દી પર દુષ્કર્મ આચરવા મામલે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી 2 - image

Tags :