લેબેનોનમાં હજારો પેજર બ્લાસ્ટનું કેરળ કનેક્શન! વાયનાડના યુવક-ઈઝરાયલ વચ્ચે થઇ હતી ડીલ?
Pager Blast in Lebanon: લેબેનોનમાં ઘણા શહેરોમાં સીરિયલ પેજર બ્લાસ્ટથી સનસની ફેલાઈ છે. આતંકી સંગઠન હિજબુલ્લાહના હજારો સભ્યોના પેજરમાં થયેલા બ્લાસ્ટથી 20 લોકોના મોત નીપજ્યા. હિજબુલ્લાહે આરોપ લગાવ્યો છે કે આ હુમલામાં ઈઝરાયલનો હાથ સામેલ છે. હવે તેનું કેરળ કનેક્શન પણ સામે આવ્યું છે.
કેરળ સાથે જોડાયું કનેક્શન
હિજબુલ્લાહના સભ્યો મેસેજ પર વાતચીત કરવા માટે પેજરનો ઉપયોગ કરે છે, જેમાં બ્લાસ્ટ થયા બાદ આમાં ઈઝરાયલનો હાથ હોવાનું જણાવાયું છે. ઈઝરાયલે પેજર બનાવનારી કંપનીની સાથે મળીને આમાં અમુક વિસ્ફોટક સામગ્રી નાખી હતી તેવો આરોપ લગાવાયો હતો. આ હુમલામાં ઘણી શેલ કંપનીઓના નામ સામે આવી રહ્યાં છે, તેમાંથી એકના સંસ્થાપક કેરળમાં જન્મેલા ભારતીય વ્યક્તિ છે.
વાયનાડના વ્યક્તિની કંપનીનું નામ
એક રિપોર્ટ અનુસાર પેજર ડીલમાં બલ્ગેરિયાની એક કંપની નોર્ટા ગ્લોબલ લિમિટેડ પણ સામેલ હતી. આ કંપનીના સંસ્થાપક નોર્વેના નાગરિક રિનસન જોસ છે, જેની સંડોવણીની તપાસ કરવામાં આવી રહી છે. રિનસન જોસ મૂળ કેરળના વાયનાડ સ્થિત મનંતાવડીના રહેવાસી છે. રિનસન જોસનો જન્મ વાયનાડમાં થયો હતો અને એમબીએનો અભ્યાસ પૂરો કર્યા બાદ તે નોર્વે જતો રહ્યો હતો.
શેલ કંપનીઓના નામથી ફસાયુ હિજબુલ્લાહ
ઘણા રિપોર્ટ અનુસાર આ હુમલામાં ઈઝરાયલે હિજબુલ્લાહની સાથે રમત રમી છે. ઈઝરાયલે આ હુમલામાં ઘણી શેલ કંપનીઓનો ઉપયોગ કર્યો, તેનાથી તપાસમાં હિજબુલ્લાહ મૂંઝાઈ ગયુ. શરૂઆતમાં આવું જ થયુ અને હિજબુલ્લાહે આની પાછળ તાઈવાનની કંપની ગોલ્ડ અપોલ્લોને જવાબદાર સમજી હતી. જોકે, બાદમાં કંપનીએ સ્પષ્ટતા આપી કે જે પેજર બ્લાસ્ટ થયા તે તેના નથી.
લેબેનોનને ઈઝરાયલે કેવી રીતે હચમચાવ્યું?
લેબેનોનનું કહેવું છે કે પેજરમાં ઈઝરાયલની ગુપ્ત એજન્સી મોસાદ દ્વારા ઉત્પાદન સ્તર પર જ ચેડા કરવામાં આવ્યા. મોસાદે ડિવાઈસની અંદર એક બોર્ડ ઈન્જેક્ટ કર્યું, જેમાં વિસ્ફોટક સામગ્રી હોય છે જે એક કોડ મેળવે છે. આની કોઈ પણ માધ્યમથી જાણકારી મેળવવી ખૂબ મુશ્કેલ છે. કોઈ પણ ડિવાઈસ કે સ્કેનરથી પણ નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે તેમને એક કોડ મેસેજ આવ્યો તો 5000 પેજર ફાટી ગયા, સાથે જ વિસ્ફોટક પણ સક્રિય થઈ ગયા.
રિનસન જોસ કેવી રીતે તપાસના દાયરામાં આવ્યા?
ડોક્યુમેન્ટમાં તાઈવાની કંપની ગોલ્ડ અપોલ્લોની સાથે બીએસીએ કરાર કર્યા હતા પરંતુ હકીકતમાં કરાર નોર્ટા ગ્લોબલે કર્યા હતાં. એક રિપોર્ટ અનુસાર, નોર્ટા ગ્લોબલની સ્થાપના ભારતીય મૂળના રિનસન જોસે કરી હતી. આ બુલ્ગારિયાની રાજધાની સોફિયાના એડ્રેસ પર રજિસ્ટર્ડ હતી. જોકે, બુલ્ગારિયાની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (SANS)એ રિનસન જોસને ક્લીન ચિટ આપી છે.