INDIA ગઠબંધનમાં બધુ ઠીક નથી? લેફ્ટના મુખ્યમંત્રીએ રાહુલ ગાંધી પર ઉઠાવ્યા સવાલ

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
INDIA ગઠબંધનમાં બધુ ઠીક નથી? લેફ્ટના મુખ્યમંત્રીએ રાહુલ ગાંધી પર ઉઠાવ્યા સવાલ 1 - image


CM Pinarayi Vijayan on Rahul Gnadhi: દિલ્હીમાં 'ઈન્ડિયા બ્લોક'ની વિરોધ રેલીના એક દિવસ બાદ સોમવારે મુખ્યમંત્રી પિનરાઈ વિજયને રાહુલ ગાંધી અને કોંગ્રેસની ટીકા કરી છે. રેલીમાં રાહુલની સાથે સીપીઆઈ(એમ)ના મહાસચિવ સીતારામ યેચુરી પણ સામેલ હતા. કોંગ્રેસ પર નિશાન સાધતા સીએમ વિજયને કહ્યું કે, કોંગ્રેસ દ્વારા સૌથી પહેલા કરવામાં આવેલી ફરિયાદના કારણે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં છે. 

સીએમ વિજયન કોઝિકોડ અને પોતાની આસપાસના તેમના ચૂંટણી પ્રચાર પહેલા મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. તેમણે વાયનાડ લોકસભા બેઠક પરથી ફરી ચૂંટણી લડી રહેલા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમની સામે ઈન્ડિયા બ્લોકમાં સામેલ સીપીઆઈ ઉમેદવાર મેદાનમાં છે.

સીએમ વિજયને કહ્યું, આપણે બધા જાણીએ છીએ કે, રાહુલ કોંગ્રેસ પાર્ટીના સૌથી મોટા નેતા છે. જરા જુઓ તેઓ તેમના મતવિસ્તાર વાયનાડમાં કોની સામે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ સીપીઆઈના એની રાજા સામે ચૂંટણી લડી રહ્યા છે જ્યારે કોંગ્રેસ અને સીપીઆઈ ઈન્ડિયા બ્લોકનો હિસ્સો છે. વિજયને કહ્યું કે તેઓ ભાજપનો સામનો કરવાને બદલે સીપીઆઈના ઉમેદવારને ટક્કર આપી રહ્યા છે. 

સંયોગથી વાયનાડમાં ભાજપ પોતાના પ્રદેશ અધ્યક્ષ કે. સુરેન્દ્રનને મેદાનમાં ઉતારીને આશ્ચર્યજનક ઉમેદવાર તરીકે સામે આવી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં BJP-BDJSએ એકસાથે મળીને ચૂંટણી લડી અને તુષાર વેલ્લાપલ્લી એવા ઉમેદવાર હતા જે ત્રીજા સ્થાન પર રહ્યા હતા. તેમને લગભગ 78,000 મતો મળ્યા હતા જે માત્ર 7.25% હતા, જ્યારે રાહુલ ગાંધીએ 4.31 લાખથી વધુ મતોના વિશાળ માર્જિનથી જીત પ્રાપ્ત કરી હતી જે કેરળમાં 2019ની લોકસભા બેઠકોમાં સૌથી વધુ અંતર છે. 



Google NewsGoogle News