કોણે આપ્યા હતા ‘ભારત માતા કી જય’ અને ‘જય હિંદ’ના નારા, કેરળના CMના નિવેદન પછી વિવાદ

'ભારત માતા કી જય' નો નારો અઝીમુલ્લા ખાને આપ્યો હતો: કેરળ મુખ્યમંત્રી પિનરાઈ

આ નારા કોઈ હિન્દુ કે મુસ્લિમે નહીં પણ એક ભારતીયે લગાવ્યા હતા : સુધાંશુ ત્રિવેદી

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
કોણે આપ્યા હતા ‘ભારત માતા કી જય’ અને ‘જય હિંદ’ના નારા, કેરળના CMના નિવેદન પછી વિવાદ 1 - image
Image Wikipedia

Controversy After Kerala CM's Statement :  કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના નિવેદન પછી નવો વિવાદ શરુ થયો છે. પિનરાઈ વિજયએ સોમવારે કહ્યું હતું કે, ‘ભારત માતા કી જય’ અને ‘જય હિંદ’ના નારા સૌથી પહેલા બે મુસ્લિમોએ લગાવ્યા હતા. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, (RSS) સંઘ પરિવારના લોકો આ નારાનો ઉપયોગ કરવાનું બંધ કરશે કે નહીં તે ખબર નથી, કારણ કે આ નારો એક મુસ્લિમે લગાવ્યો હતો. વિજયનએ કેરળમાં મલપ્પુરમમાં વિવાદાસ્પદ નાગરિકતા (સુધારા) કાયદા (CAA) વિરુદ્ધ એક રેલીને સંબોધિત કરતાં આવો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, આબિદ હસન નામના જૂના રાજદ્વારીએ સૌપ્રથમ ‘જય હિન્દ’નો નારા લગાવ્યો હતો. 

લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટે (LDF)દ્વારા ગત સોમવારે કેરળના મલપ્પુરમમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ એક રેલી કાઢવામાં આવી હતી. રેલીને સંબોધન કરતાં વિજયને કહ્યું કે, 'કેટલાક કાર્યક્રમોમાં આપણે (RSS) સંઘ પરિવારના નેતાઓને 'ભારત માતા કી જય 'ના નારા લગાવતા સાંભળીએ છીએ. શું તમે જાણો છો કે આ 'ભારત માતા કી જય' નો નારો કોણે આપ્યો હતો? શું તે કોઈ સંઘ પરિવારના નેતા હતો? મને ખબર નથી કે સંઘ પરિવારને તેની ખબર હશે કે નહીં, પરંતુ તે વ્યક્તિનું નામ અઝીમુલ્લા ખાન હતું. મને ખબર નથી કે તે સંઘ પરિવારના નેતા હતા કે નહીં.'

'ભારત માતા કી જય' નો નારો અઝીમુલ્લા ખાને આપ્યો હતો:  કેરળ મુખ્યમંત્રી 

તેમણે દાવો કર્યો હતો કે,' 'ભારત માતા કી જય' નું સુત્ર અઝીમુલ્લા ખાને આપ્યું હતું. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, સંઘ પરિવારના લોકો આ સૂત્રનો ઉપયોગ કરવાનું બંધ કરશે કે નહીં તે ખબર નથી, કારણ કે આ સૂત્ર એક મુસ્લિમે આપ્યું હતું. એટલા માટે હું કહેવા માંગું છું કે સંઘ પરિવાર ઈચ્છે કે મુસલમાનોએ ભારત છોડી દેવું જોઈએ અને પાકિસ્તાન જતા રહેવું જોઈએ, તેમણે આ ઈતિહાસને સમજવો જોઈએ. '

અઝીમુલ્લા ખાન 19મી સદીમાં મરાઠા પેશ્વા નાના સાહેબના મંત્રી હતા

વિજયનને કહ્યું કે, 'સંઘના નેતાઓ જનતા પાસે જઈ ‘ભારત માતા કી જય’ અને ‘જય હિંદ’ ના નારા લગાવે છે. આ બંન્ને નારા મુસ્લિમોએ આપ્યા હતા. ‘ભારત માતા કી જય’ નો નારો અઝીમુલ્લા ખાને આપ્યો હતો, અઝીમુલ્લા ખાન 19મી સદીમાં મરાઠા પેશ્વા નાના સાહેબના મંત્રી હતા. એ જ  રીતે પૂર્વ મુસ્લિમ રાજદ્વારી આબિદ હસને પણ 'જય હિંદ' ના નારો આપ્યો હતો. બંને લોકપ્રિય નારાઓ મુસ્લિમોએ આપેલા છે.'

આ નારા કોઈ હિન્દુ કે મુસ્લિમે નહીં પણ એક ભારતીયે લગાવ્યા હતા : સુધાંશુ ત્રિવેદી

સીએમ વિજયનના આ નિવેદન પર હોબાળો મચી ગયો છે. ભાજપે તેને ભાગલાવાદી નિવેદન ગણાવ્યું છે. ભાજપના રાજ્યસભા સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે 'આ નારા કોઈ હિન્દુ કે મુસ્લિમે નહીં પણ એક ભારતીયે લગાવ્યા હતા.'


Google NewsGoogle News