VIDEO: મહિલાએ સ્કૂટીથી ટર્ન લીધો અને એક પછી એક CMના કાફલાની ગાડીઓમાં થઈ ટક્કર, વીડિયો વાઇરલ
Kerala CM Accident Video: સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલાના કારણે મુખ્યમંત્રીના કાફલાના તમામ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ કેરળના સીએમ પિનરાઈ વિજયનનો કાફલો હતો. જ્યાં સોમવારે સાંજે કાફલામાં સામેલ દરેક વાહન અકસ્માતનો ભોગ બની હતી અને એકબીજા સાથે અથડાયા હતા. વાસ્તવમાં, આ અકસ્માત ત્યારે થયો જ્યારે કાફલાની સામે સ્કૂટર પર જઈ રહેલી મહિલાએ અચાનક તેનું સ્કૂટર જમણી તરફ ફેરવ્યું. જેના કારણે આગળની ગાડીએ અચાનક બ્રેક લગાવવી પડી હતી. આ અકસ્માતમાં મુખ્યમંત્રીની કારને સામાન્ય નુકસાન થયું છે. સીએમ પિનરાઈ વિજયન સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા થઈ નથી.
અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મુખ્યમંત્રીનો કાફલો એક રસ્તા પરથી ઝડપથી પસાર થઈ રહ્યો છે. ત્યારે કાફલાની સામે સ્કૂટર પર સવાર મહિલાએ અચાનક જમણી તરફ ટર્ન લીધો.
મહિલાએ સ્કૂટર ફેરવતા જ કાફલાની આગળ દોડતી સફેદ એસયુવી કારે ઝડપથી બ્રેક લગાવી. અચાનક બ્રેક મારવાના કારણે એસયુવીની પાછળ દોડી રહેલા છ એસ્કોર્ટ વાહનો એક પછી એક અથડાયા હતા. કાફલામાં એમ્બ્યુલન્સ પણ સામેલ હતી અને તે પણ અકસ્માતનો ભોગ બની હતી. એમ્બ્યુલન્સ પણ આગળ જતા વાહન સાથે અથડાઈ હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં NDAનું ટેન્શન વધ્યું: ચૂંટણી લડવા ખૂબ રડ્યા આ નેતા, પછી અચાનક થઈ ગયા ગાયબ
કાફલાના તમામ વાહનો એક પછી એક અથડાયા
અકસ્માત બાદ તરત જ ગભરાટ ફેલાયો હતો. કાફલાના વાહનોમાં રહેલી સુરક્ષા ટીમના અધિકારીઓ તરત જ વાહનોમાંથી બહાર આવી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવવાનું શરૂ કર્યું હતું. તે જ સમયે, એમ્બ્યુલન્સમાં તબીબી સ્ટાફ પણ વાહનમાંથી બહાર આવ્યો અને મદદ માટે તૈયાર થઈ ગયો હતો. થોડા સમય માટે, કાફલાના દરેક વાહનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને પછી કાફલો ફરીથી આગળ વધ્યો.
અકસ્માત બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી
આ દુર્ઘટના તિરુવનંતપુરમના વામનપુરમમાં ત્યારે થઈ જ્યારે સીએમ પિનરાઈ વિજયન કોટ્ટયમ પ્રવાસથી પરત ફરી રહ્યા હતા. આ અકસ્માત બાદ પોલીસે કેસની તપાસ શરૂ કરી હતી. મહિલા સ્કૂટર ચાલકની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધરાયા છે.