Get The App

કેરળમાં બસ-કાર વચ્ચે ભયંકર ટક્કર, હનિમૂનથી પાછા આવતા નવદંપતી સહિત 4ને કાળ ભરખી ગયો

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
કેરળમાં બસ-કાર વચ્ચે ભયંકર ટક્કર, હનિમૂનથી પાછા આવતા નવદંપતી સહિત 4ને કાળ ભરખી ગયો 1 - image


Kerala Accident: કેરળના પથાનામથિટ્ટામાં સબરીમાલા તીર્થયાત્રીઓને લઈ જતી એક બસની કાર સાથે ટક્કર થયા બાદ નવપરિણિત જોડી સહિત પરિવારના ચાર સભ્યોની મોત થઈ ચુકી છે. પોલીસ અનુસાર, દુર્ઘટના સવારે આશરે પાંચ વાગ્યે પુનાલુર-મુવત્તુપુઝા રાજ્ય રાજમાર્ગ પર થઈ.

આ પણ વાંચોઃ દુર્ગા મંદિરમાં સામૂહિક દુષ્કર્મ કરનારા 8 હેવાન પકડાયા, VIDEO બનાવી વાયરલ કર્યો હતો

ત્રણ લોકોની ઘટનાસ્થળે મોત

સ્થાનિક લોકો અનુસાર, કારમાં સવાર મુસાફરો ઈજાગ્રસ્ત વાહનથી બહાર નીકળી ગયો. પોલીસે જણાવ્યું કે, ત્રણ લોકોની ઘટનાસ્થળે જ મોત થઈ ગઈ અને એકે હોસ્પિટલ લઈ જતાં સમયે દમ તોડ્યો. કથિત રીતે કારે બસને ટક્કર મારી, જે તેલંગાણાથી તીર્થયાત્રીઓને લઈ જઈ રહી હતી અને બસમાં સવાર કોઈપણ યાત્રી ઈજા નથી થઈ.

આ પણ વાંચોઃ અતુલ સુભાષ આપઘાત કેસમાં મોટી કાર્યવાહી, પત્ની નિકિતા અને તેના સાસુ-સાળાની ધરપકડ

હનિમૂન ટ્રિપથી પરત ફરી રહ્યું હતું કપલ

પ્રારંભિક તપાસમાં જાણ થઈ કે, ગત મહિને લગ્ન કરનાર કપલલ મલેશિયામાં હનિમૂન ટ્રિપ બાદ ઘરે પરત ફરી રહ્યું હતું. દુર્ઘટના પીડિતના ઘરે ફક્ત 10 કિલોમીટર દૂર થઈ હતી. હાલ, આ દુર્ઘટના વિશે અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો છે. 


Google NewsGoogle News