Get The App

કેરળ વિધાનસભાની અનોખી પહેલ! સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ગેરહાજરીમાં મહિલાઓ કરશે કાર્યવાહી

Updated: Dec 5th, 2022


Google NewsGoogle News
કેરળ વિધાનસભાની અનોખી પહેલ! સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ગેરહાજરીમાં મહિલાઓ કરશે કાર્યવાહી 1 - image

નવી દિલ્હી,તા.5 ડિસેમ્બર 2022,સોમવાર

મહિલા ધારાસભ્યોની ત્રણ સભ્યોની સમિતિમાં ભાકપા ના આશા સીકે, માકપા ના યુ પ્રતિભા અને રિવોલ્યુશનરી માર્ક્સિસ્ટ પાર્ટીના કેકે રીમાનો સમાવેશ થાય છે. ત્રણેય યુડીએફ ઘટક દળના ધારાસભ્યો છે. સામાન્ય રીતે આવી સમિતિમાં એક મહિલા સભ્ય હોય છે.

કેરળ વિધાનસભામાં એક નવી અને ઐતિહાસિક પહેલ કરવામાં આવી રહી છે. ગૃહના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ગેરહાજરીમાં મહિલા ધારાસભ્યો કાર્યવાહીની અધ્યક્ષતા કરશે. આ માટે મહિલા ધારાસભ્યોની કમિટી બનાવવામાં આવી છે.

આ ઐતિહાસિક નિર્ણય સ્પીકર એ.એન. શમશીરની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ લેવામાં આવ્યો હતો. શમશીરે એમબી રાજેશના સ્થાને સ્પીકરનું પદ સંભાળ્યું છે. શમશીરે મહિલા પ્રમુખોની સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. ત્યાર બાદ ડાબેરી ગઠબંધન શાસક એલડીએફએ બે મહિલા ધારાસભ્યો અને વિપક્ષ યુડીએફએ એકનું નામ સૂચવ્યું. મહિલા ધારાસભ્યોની ત્રણ સભ્યોની સમિતિમાં ભાકપા ના આશા સીકે, માકપા ના યુ પ્રતિભા અને રિવોલ્યુશનરી માર્ક્સિસ્ટ પાર્ટીના કેકે રીમાનો સમાવેશ થાય છે. તે  ત્રણેય યુડીએફ ઘટક દળના ધારાસભ્યો છે. સામાન્ય રીતે આવી સમિતિમાં એક મહિલા સભ્ય હોય છે.


Google NewsGoogle News