Get The App

કેજરીવાલની પાંચ મોટી ગેરેન્ટી, દિલ્હીના તમામ રીક્ષાવાળાઓને મળશે 10 લાખનો વીમો

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
કેજરીવાલની પાંચ મોટી ગેરેન્ટી, દિલ્હીના તમામ રીક્ષાવાળાઓને મળશે 10 લાખનો વીમો 1 - image


Kejriwal Big Announcement: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત પહેલાં જ દિલ્હીમાં રાજકીય હલચલ વધી ગઈ છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે એક મોટી જાહેરાત કરતાં કહ્યું કે, દિલ્હીના તમામ રીક્ષાવાળાઓને 10 લાખ રૂપિયાનો જીવન વીમો આપવામાં આવશે. આ ઉપરાંત દીકરીના લગ્ન પર 1 લાખ રૂપિયાની મદદ પણ કરવામાં આવશે.

પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, 'મેં રીક્ષાવાળાઓનું મીઠું ખાધું છે. આજે હું તેમના માટે પાંચ મોટી જાહેરાતો કરવા જઈ રહ્યો છું.'

તેમણે કહ્યું કે, 'દિલ્હીમાં અમારી સરકાર બનશે તો સરકાર રીક્ષાવાળાઓની દીકરીના લગ્ન માટે 1 લાખ રૂપિયા આપશે. આ સાથે જ વર્ષમાં બે વાર હોળી અને દિવાળી પર વર્દી માટે તેમને 2500 રૂપિયા અલગથી આપવામાં આવશે. આ ઉપરાંત સરકાર તેમના બાળકોની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે.

જીવન વીમા સાથે-સાથે દુર્ઘટના વીમો પણ

રીક્ષાવાળાઓ માટે વીમાની જાહેરાત કરતાં પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, દિલ્હી સરકાર રીક્ષાવાળાઓને 10 લાખ રૂપિયાનો જીવન વીમો પણ આપશે. આ ઉપરાંત તેમનો 5 લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો પણ કરવામાં આવશે. 'પૂછો એપ' ફરીથી શરુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે AAP સરકાર રીક્ષાવાળાઓ સાથે ઊભી હતી, ઊભી છે અને હંમેશા ઊભી રહેશે.

તેમણે કહ્યું કે, આવતા વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે ફરી દિલ્હીમાં અમારી સરકાર બનશે ત્યારે આ બાબતોને લાગુ કરવામાં આવશે. રીક્ષાવાળાઓ ખૂબ ગરીબ છે. જ્યારે તેઓ તેમની પુત્રીઓના લગ્ન કરે છે, ત્યારે તેમને તકલીફ પડે છે. હવે કોઈપણ રીક્ષાવાળાની દીકરીના લગ્ન થશે તો તેને સરકાર તરફથી 1 લાખ રૂપિયા આપવામાં આવશે.

રીક્ષાવાળા માટે વર્દીના ખર્ચનો ઉલ્લેખ કરતાં કેજરીવાલે કહ્યું કે, રીક્ષાવાળા માટે વર્દી પહેરવી ફરજીયાત છે. તેમના માટે વર્દી બનાવવી મુશ્કેલ બની જાય છે. તેથી, વર્ષમાં બે વખત (હોળી અને દિવાળી) સરકાર વર્દી બનાવવા માટે તેમને 2500 રૂપિયા આપશે.

શું છે 'પૂછો એપ'

'પૂછો એપ' લોકોને રજિસ્ટર્ડ ઓટો ડ્રાઇવરોના મોબાઇલ નંબરના દિલ્હી ઇન્ટીગ્રેટેડ મલ્ટી-મોડલ ટ્રાન્ઝિટ સિસ્ટમ દ્વારા ડેવલપ ડેટાબેઝ સુધી પહોંચવા રાઇડ બુક કરવા માટે કૉલ કરવાની સુવિધા આપે છે.

70 સભ્યોની દિલ્હી વિધાનસભા માટે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ વિરુદ્ધ ઊભેલી આમ આદમી પાર્ટી સતત ત્રીજી વખત પોતાના દમ પર સત્તામાં રહેવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહી છે.


Google NewsGoogle News