કેજરીવાલ આજે રાજીનામું આપશે, દિલ્હીના નવા સીએમ અંગે સસ્પેન્સ

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
કેજરીવાલ આજે રાજીનામું આપશે, દિલ્હીના નવા સીએમ અંગે સસ્પેન્સ 1 - image


એલજી સાથે આજે સાંજે મુલાકાત કરશે

અરવિંદ કેજરીવાલે વન-ટુ-વન બેઠક યોજી, આજે આપ વિધાનસભા પક્ષની બેઠકમાં નવા સીએમ જાહેર થઈ શકે

નવી દિલ્હી: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે બે દિવસમાં રાજીનામુ આપવાની જાહેરાત કર્યા પછી સોમવારે સીએમ આવાસ પર બેઠક યોજાઈ હતી. અરવિંદ કેજરીવાલે આપ આગેવાનો અને મંત્રીઓ સાથે વ્યક્તિગત મળીને ચર્ચા કરી. આ બેઠક પૂરી થયા પછી દિલ્હીના મંત્રી અને આપના આગેવાન સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે સીએમએ જાહેરાત કરી હતી કે તે આવતીકાલે મંગળવારે રાજીનામુ આપી દેશે. 

તેમણે આજે લેફ્ટનન્ટ ગવર્નર પાસે મળવાનો સમય માંગ્યો હતો અને હવે તેમને મંગળવાર સાંજનો સમય આપવામાં આવ્યો છે. તેથી તે એલજીને મંગળવારે સાંજે રાજીનામુ આપે તેવી સંભાવના છે. આ બધા વચ્ચે દિલ્હીના નવા સીએમ કોણ હશે તેને લઈને ચર્ચા દિલ્હીના રાજકીય વર્તુળોમાં છે. 

આ ઘટનાક્રમને લઈને કેજરીવાલે રાજકીય મામલાની સમિતિને બોલાવી હતી. કેજરીવાલે નવા મુખ્યમંત્રીના વિષય પર ઉપલબ્ધ બધા રાજકીય આગેવાનો સાથે ચર્ચા કરી હતી. તેમની પાસેથી ફીડબેક લીધું છે. આજે આપના વિધાનસભા પક્ષની બેઠક થશે અને આ ચર્ચાને બીજા તબક્કામાં લઈ જશે. 

આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે આપના વિધાનસભા પક્ષની બેઠક મંગળવારે સવારે સાડા અગિયાર વાગે થશે. તેમા નવા સીએમના નામ પર ચર્ચા થશે. આમ આ બેઠક અરવિંદ કેજરીવાલ એલજીની મળશે તે પહેલા થશે. આબકારી નીતિને લઈને સુપ્રીમ કોર્ટમાંથી જામીન પર છૂટેલા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે બે દિવસમાં રાજીનામુ આપવાનીવ ાત કરીને બધાને ચોંકાવી દીધા છે. તેની સાથે તેમણે દિલ્હીમાં મહારાષ્ટ્રની સાથે જ નવેમ્બરમાં ચૂંટણી કરાવવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી લોકો તેમને પ્રામાણિકતાનું પ્રમાણપત્ર નહીં આપે ત્યાં સુધી તેઓ ખુરશી પર નહીં બેસે. 

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના રાજીનામાની જાહેરાત પછી નવા સીએમના નામ પર ચર્ચા તેજ થઈ ગઈ છે. કૈલાસ ગેહલોત, ગોપાલ રાય અને આતિશીમાંથી કોઈ એકને સીએમની ખુરશી મળી શકે છે. જો કે હજી સુધી કોઈ નામ પર મહોર લાગી નથી.



Google NewsGoogle News