વાંચવા માટે ગીતા, ઘરનું જમવાનું, પત્નીને મળવાની મંજૂરી... CBI કસ્ટડીમાં કેજરીવાલને મળશે આ સુવિધાઓ
Arvind Kejriwal Three Days CBI Remand: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઇએ લિકર પોલિસી કેસમાં ધરપકડ કરી લીધી છે. સીબીઆઇએ તેમની પાંચ દિવસની કસ્ટડી માંગી હતી, પરંતુ રાઉઝ એવેન્યૂ કોર્ટે કેજરીવાલને ત્રણ દિવસની સીબીઆઇ કસ્ટડીમાં મોકલી દીધા છે. આમ હવે કેજરીવાલની ત્રણ રાત તિહાર જેલમાં નહીં પણ સીબીઆઈ ઓફિસમાં વીતશે.
કોર્ટે કેજરીવાલને આપી આ રાહત
કોર્ટે કહ્યું કે, સીબીઆઈ કસ્ટડી દરમિયાન કેજરીવાલને તેમના ચશ્મા રાખવા, દવાઓ લેવા, ઘરે બનાવેલું ભોજન ખાવા અને દરરોજ એક કલાક માટે તેમની પત્ની અને પરિવારને મળવાની મંજૂરી આપવામાં આવશે. કેજરીવાલે જજને કહ્યું કે, હું સૂતા પહેલા ગીતા વાંચું છું, તેથી મને ગીતા વાંચવાની મંજૂરી આપવામાં આવે. ત્યારબાદ રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને સીબીઆઈ કસ્ટડી દરમિયાન શ્રીમદ ભગવદ્ ગીતાનું પુસ્તક આપવાનું પણ કહ્યું હતું.
મેં સિસોદિયા દોષી હોવાનું કોઈ નિવેદન આપ્યું નથી : કેજરીવાલ
કેજરીવાલે સુનાવણી દરમિયાન કોર્ટને કહ્યું હતું કે ‘મીડિયામાં સીબીઆઇના સૂત્રોના હવાલે કહેવામાં આવી રહ્યું છે કે મેં એક નિવેદનમાં સમગ્ર દોષનો ટોપલો મનીષ સિસોદિયા પર ઢોળી દીધો છે, મેં આવું કોઇ નિવેદન આપ્યું નથી કે સિસોદિયા દોષી છે કે કોઈ બીજું દોષી છે. મેં કહ્યું છે કે સિસોદિયા નિર્દોષ છે, આમ આદમી પાર્ટી નિર્દોષ છે, હું નિર્દોષ છું. સીબીઆઈનું સમગ્ર પ્લાનિંગ મીડિયા સમક્ષ અમને બદનામ કરવાનું છે. પ્લીઝ રેકોર્ડ કરો અને આ બધી વાતો સીબીઆઇ સૂત્રોના માધ્યમથી મીડિયામાં ચલાવવામાં આવે છે.’
કેજરીવાલ ત્રણ દિવસના CBI રિમાન્ડ પર મોકલાયા, લિકર પોલિસી કેસમાં રાઉઝ એવન્યૂ કોર્ટનો નિર્ણય
‘સીબીઆઇ આ મુદ્દાને સનસનીખેજ બનાવી રહી છે’
કેજરીવાલે એવો પણ દાવો કર્યો છે કે ‘સીબીઆઇ આ મુદ્દાને સનસનીખેજ બનાવી રહી છે, આ વાતની સ્પષ્ટતા કરવામાં આવે. સીબીઆઈનો ઉદ્દેશ્ય ફક્ત ને ફક્ત આ મામલાને સનસનીખેજ બનાવવાનો છે.’
કેજરીવાલ જેલ બહાર ના આવે તેમાં આખી સિસ્ટમ વ્યસ્ત, આ સરમુખત્યારશાહી: સુનિતા કેજરીવાલ
મોટું કાવતરું શોધવા કેજરીવાલની પૂછપરછ કરવી જોઈએ : CBI
કોર્ટમાં સીબીઆઇના વકીલે કહ્યું હતું કે ‘અમે તથ્યોના આધાર પર ચર્ચા કરી હતી અને કોઇપણ એજન્સીના સૂત્રોએ કંઇ પણ કહ્યું ન હતું. કેજરીવાલની કસ્ટડીની માંગ કરતી અરજીમાં સીબીઆઇએ કોર્ટને કહ્યું કે સમગ્ર મામલામાં મોટા કાવતરાને શોધી કાઢવા માટે તેમની સાથે પૂછપરછ કરવી જોઇએ. દિલ્હીના મુખ્યમંત્રીને પુરાવા અને કેસમાં આરોપી અન્ય લોકો સમક્ષ રજૂ કરવાના છે.’
મનીષ સિસોદિયા પર મેં કોઈ આરોપ નથી લગાવ્યા, કેજરીવાલે કોર્ટમાં સીબીઆઈના દાવા ફગાવ્યા
‘તેમણે બધો દોષ સિસોદિયા પર નાખ્યો’
સીબીઆઇએ કહ્યું કે ‘પૂછપરછ માટે અમારે કેજરીવાલની કસ્ટડીની જરૂર છે. તે એ પણ ઓળખી શકતા નથી કે (સહ-આરોપી) વિજય નાયર તેમને આધીન કામ કરી રહ્યા હતા. તેમનું કહેવું છે કે વિજય નાયર આતિશી માર્લેના અને સૌરભ ભારદ્વાજના આધીન કામ કરતા હતા. તે બધો દોષ મનીષ સિસોદિયા (જે આ કેસમાં પણ આરોપી છે) પર નાખી રહ્યા છે. તેમનો આમનો-સામનો કરાવવો જોઇએ. તેમણે દસ્તાવેજ બતાવવાની જરૂર છે.’