Get The App

કેજરીવાલ કોમામાં જઈ શકે છે: AAP નેતા સંજય સિંહનો દાવો, જેલમાં 8.5 કિલો વજન ઘટ્યું

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
કેજરીવાલ કોમામાં જઈ શકે છે: AAP નેતા સંજય સિંહનો દાવો, જેલમાં 8.5 કિલો વજન ઘટ્યું 1 - image


Image: Facebook

Sanjay Singh: આપ સાંસદ સંજય સિંહે અરવિંદ કેજરીવાલના આરોગ્યને લઈને ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. સંજય સિંહે એક વાર ફરીથી ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્રની મોદી સરકારનો હેતુ કેજરીવાલને જેલમાં રાખીને તેમના જીવન સાથે રમત રમવાનો છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે શનિવારે દાવો કર્યો કે ભાજપ અને તેમની કેન્દ્ર સરકાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જીંદગી સાથે રમી રહી છે. જેમનું વજન જેલમાં રહ્યા દરમિયાન 8.5 કિલો ઘટી ગયું છે અને શુગર લેવલ 50 મિલીગ્રામ/ડીએલથી નીચે પાંચ વખત જઈ ચૂક્યું છે.

જેલમાંથી બહાર ન આવ્યા તો હાલત ખરાબ

સંજય સિંહના દાવા પર ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. સંજય સિંહે કહ્યું કે કેજરીવાલની આરોગ્ય સ્થિતિ એવી છે કે જો તેમને ટૂંક સમયમાં જેલમાંથી બહાર ન લાવવામાં આવ્યા અને સારવાર ન કરવામાં આવી તો તેમની સાથે કોઈ પણ ગંભીર ઘટના ઘટી શકે છે.

કોમામાં જઈ શકે છે

સંજય સિંહે જણાવ્યું કે ડોક્ટરોના જણાવ્યા અનુસાર આવી હાલતમાં કોઈ કોમામાં પણ જઈ શકે છે. રાતના સમયે જેલ કોઈ ડોક્ટર પણ રહેતાં નથી. સંજય સિંહે કહ્યું, જરૂર એ વાતની છે કે કેજરીવાલને જેલમાંથી બહાર લાવીને તેમની સારી રીતે તપાસ અને સારવાર કરાવવામાં આવે. પરંતુ કેન્દ્ર સરકાર તેમને જેલમાંથી બહાર આવવા જ દેતી નથી. દરમિયાન તેમની સાથે કંઈ પણ ગંભીર બાબત થઈ શકે છે.

સંજય સિંહે જાલંધરની પેટા ચૂંટણીમાં આપ ઉમેદવારની જીત પર શુભકામનાઓ આપતાં કહ્યું કે ત્યાં રાજ્ય સરકાર ખૂબ મજબૂત છે, જનતા પણ સરકારના કાર્યથી ખુશ છે જ્યારે જે આપને છોડીને ગયું, તેનું રાજકારણ જ ખતમ થઈ ગયું. 


Google NewsGoogle News