ઈન્ડિ ગઠબંધનમાં ડખાં! કેજરીવાલ ચૂંટણી પહેલા કોંગ્રેસને પાડવાના મૂડમાં, કર્યો મોટો દાવો
Arvind Kejriwal On I.N.D.I.A. : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ચૂંટણી પહેલા કોંગ્રેસને પાડવાના મૂડમાં લાગે છે. ત્યારે આજે રવિવારે દાવો કર્યો છે કે, અગાઉની કોંગ્રેસ સરકારમાં દિલ્હીમાં કલાકો સુધી વીજકાપ રહેતો હતો. તેમણે ફેબ્રુઆરીમાં યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા સૌથી જૂની પાર્ટી પર પ્રહારો કર્યા છે. AAP અને કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરના વિપક્ષ I.N.D.I.A. જૂથમાં બે ડઝનથી વધુ ઘટકો છે.
કેજરીવાલે કહ્યું કે, '10 વર્ષ પહેલા લોકોએ મને મુખ્યમંત્રી બનાવ્યો. તમે મને શિક્ષણ ક્ષેત્રની સુવિધામાં સુધારો કરવા કહ્યું અને મે તે કર્યું. જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી, તો 8-10 કલાક વીજકાપ રહેતો હતો. પરંતુ હવે લોકોને ઈન્ટરનેટ અને જનરેટરનો ઉપયોગ કરવાની જરૂર નથી.'
'દિલ્હીમાં કોઈ ગઠબંધન નહીં થાય'
અરવિંદ કેજરીવાલે સપ્ટેમ્બર મહિનામાં મુખ્યમંત્રી પદથી રાજીનામું આપ્યાં બાદ સૌને ચોંકાવી નાખ્યાં હતા. આના થોડા દિવસો પહેલા સુપ્રીમ કોર્ટે તેમને દારૂ નીતિ કૌભાંડ કેસમાં જામીન આપ્યા હતા, પરંતુ તેમને સત્તાવાર ફરજો નિભાવતા અટકાવ્યા હતા.
નિર્ણય વિશે જણાવતા AAP સંયોજકે કહ્યું કે, તેઓ લોકો પાસેથી પ્રામાણિકતાનું પ્રમાણપત્ર ઈચ્છે છે અને ચૂંટણી પહેલા કોઈ પદ સંભાળશે નહીં. જ્યારે ડિસેમ્બર 2013માં AAPએ કોંગ્રેસના બાહ્ય સમર્થનથી દિલ્હીમાં સરકાર બનાઈ હતી. જેમાં કેજરીવાલ કોંગ્રેસના દિગ્ગજ નેતા શીલા દીક્ષિત પછી મુખ્યમંત્રી બન્યાં. ત્યારબાદ AAPએ પંજાબમાં કોંગ્રેસને સત્તામાંથી બહાર કરી અને અન્ય રાજ્યોમાં પણ પગ માંડ્યો હતો. AAP કથિત રીતે એ પણ આરોપ લાગે છે કે, ભાજપ વિરોધ મતને કાપે છે, જેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થાય છે.
જો કે, જુલાઈ 2023માં, તેમણએ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના શાસક નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને પડકારવા માટે ભારતીય રાષ્ટ્રીય વિકાસ સમાવિષ્ટ જોડાણ (INDIA)ની રચના કરવા માટે સાથી વિરોધી પક્ષો સાથે હાથ મિલાવ્યા.