કેજરીવાલ જેલમાં, રાઘવ ચઢ્ઢા બ્રિટનમાં: AAPમાં હવે આ દિગ્ગજ નેતાના ખભા પર લોકસભા ચૂંટણીની જવાબદારી

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
કેજરીવાલ જેલમાં, રાઘવ ચઢ્ઢા બ્રિટનમાં: AAPમાં હવે આ દિગ્ગજ નેતાના ખભા પર લોકસભા ચૂંટણીની જવાબદારી 1 - image


Image Source: Facebook

નવી દિલ્હી, તા. 22 માર્ચ 2024 શુક્રવાર

લોકસભા ચૂંટણીની વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ આમ આદમી પાર્ટી માટે સૌથી મોટો ઝટકો છે. દરમિયાન લોકસભા ચૂંટણી અભિયાનની જવાબદારી પાર્ટીના મોટા ચહેરા ભગવંત માન, આતિશી, સૌરભ ભારદ્વાજ પર આવી જશે. આપ સાંસદ રાઘવ ચઢ્ઢા પોતાની આંખની સર્જરી કરાવવા માટે બ્રિટન ગયેલા છે. દરમિયાન આ વખતે તે પણ પંજાબમાં ચૂંટણી અભિયાનમાં સામેલ થઈ શકશે નહીં.

વિધાનસભા ચૂંટણીમાં પંજાબમાં પ્રચાર અભિયાનની કમાન રાઘવ ચઢ્ઢાના હાથમાં હતી અને પાર્ટીને જોરદાર જીત અપાવી હતી. દરમિયાન પંજાબમાં જો આપના મોટા ચહેરાની વાત કરીએ તો બસ મુખ્યમંત્રી ભગવંત માન જ વધ્યા છે.

મુખ્યમંત્રી માને કહ્યુ, ઈડી ભાજપની રાજકીય ટીમ

દિલ્હી આબકારી નીતિ કૌભાંડ મામલે ઈડી તરફથી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે ઈડીની કાર્યવાહી પર પ્રશ્ન ઉઠાવતા કહ્યુ કે ઈડી ભાજપની રાજકીય ટીમ છે. ભાજપ કેજરીવાલના વિચારને કેદ કરી શકતી નથી કેમ કે આમ આદમી પાર્ટી જ ભાજપને રોકી શકે છે. વિચારને ક્યારેય પણ દબાવી શકાતા નથી.

આગામી 5 દિવસમાં અન્ય 5 ઉમેદવારની જાહેરાત કરશે

મુખ્યમંત્રી માને કહ્યુ કે પાર્ટી આગામી 5 દિવસમાં રાજ્યની બાકી 5 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરશે. પોતાના ટ્વીટર દ્વારા તેમણે આ જાણકારી આપી. ઉલ્લેખનીય છે કે આપ પહેલાથી જ 8 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યુ છે.

અમૃતસરથી કુલદીપ સિંહ ધાલીવાલ, ખડૂર સાહિબથી લાલજીત સિંહ ભુલ્લર, જાલંધરથી સુશીલ કુમાર રિંકુ, ફતેહગઢ સાહિબથી ગુરપ્રીત સિંહ જી.પી., ફરીદકોટથી કરમજીત અનમોલ, બઠિંડાથી ગુરમીત સિંહ ખુડ્ડિયાં, સંગરુરથી ગુરમીત સિંહ મીત હેયર અને પટિયાલાથી ડો. બલબીરને પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે. લુધિયાણા, ગુરદાસપુર, આનંદપુર સાહિબ, ફિરોઝપુર અને હોશિયારપુર માટે ઉમેદવારોની જાહેરાત આગામી 5 દિવસમાં કરવામાં આવશે.

માર્ચની શરૂઆતમાં જ પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે 'સંસદ ચ વી ભગવંત માન, ખુશહાલ પંજાબ તે વધેગી શાન' સ્લોગનથી પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી દીધી છે. પાર્ટીમાં હોશિયારપુર લોકસભા માટે કેબિનેટ મંત્રી બ્રહ્મ શંકર જિમ્પા અને તાજેતરમાં જ કોંગ્રેસથી આવેલા ડો. રાજકુમાર ચબ્બેવાલ, લુધિયાણાથી સરબજીત કૌર માણુકે અને ઉદ્યોગપતિ રાજેશ તાંગડી, આનંદપુર સાહિબથી પાર્ટીના મુખ્ય પ્રવક્તા માલવિન્દ્ર કંગ અને નરિન્દ્ર સિંહ શેરગિલ, ગુરદાસપુરથી રમન બહલ અને કેબિનેટ મંત્રી લાલ ચંદ કટારુચક્ક અને ફિરોઝપુરથી ગોલ્ડી બહલ અને ચરણજીત સિંહને ટિકિટના દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

પંજાબ અને ચંદીગઢની 14 બેઠકો પર એકલી જ ચૂંટણી રહી છે આપ

આમ આદમી પાર્ટી પંજાબ અને ચંદીગઢની 14 બેઠકો પર એકલી જ ચૂંટણી લડશે. પાર્ટી પંજાબમાં ઈન્ડિયા ગઠબંધન વિના એકલી જ ચૂંટણી લડી રહી છે. દિલ્હીના કારણે પંજાબમાં પણ આમ આદમી પાર્ટીએ મોટાભાગના ધારાસભ્યોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ અને આપે આંતરિક સંમતિથી આ નિર્ણય લીધો હતો. જોકે પંજાબ કોંગ્રેસના મોટા નેતા શરૂથી જ ગઠબંધનના વિરોધમાં હતા.


Google NewsGoogle News