‘તમારો રિપોર્ટ તમારી પાસે રાખો’ કોલકાતા રેપ કેસ મામલે HCએ લગાવી મમતા સરકારને ફટકાર

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
‘તમારો રિપોર્ટ તમારી પાસે રાખો’ કોલકાતા રેપ કેસ મામલે HCએ લગાવી મમતા સરકારને ફટકાર 1 - image


Kolkata Rape Murder Case: કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સામે નિર્દયતાની ઘટના અંગે કોલકાતા હાઈકોર્ટમાં 21 ઓગસ્ટ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલે ભારતના અનેક જિલ્લામાં સ્વાસ્થ્યકર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. 

આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ ટીએસ શિવગળનમ અને જસ્ટિસ એચ ભટ્ટાચાર્યની ડિવિઝન બેંચ દ્વારા કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું હતું કે, હાલમાં રાજ્ય સરકારનો રિપોર્ટ કોર્ટમાં મૂકવાની કોઈ જરૂર નથી.

રાજ્ય સરકારે કોર્ટને કહ્યું કે, તેણે અગાઉના આદેશ મુજબ પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જેના પર કોર્ટે કહ્યું કે, તમે પોતાનો રિપોર્ટ પોતાની પાસે રાખો કારણ કે, સુપ્રીમ કોર્ટે આ મામલે સંજ્ઞાન લીધું છે.

સુનાવણી દરમિયાન સરકાર તરફથી હાજર રહેલા વકીલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હોસ્પિટલની સુરક્ષા CISFને સોંપવામાં આવી છે. આ સાથે જ કોર્ટે પીડિતાની ઓળખ જાહેર થવા પર ચિંતા વ્યક્ત કરી છે. 

'આપણે રાહ જોવી પડશે'

સુનાવણી દરમિયાન HCએ કહ્યું, 'સુપ્રીમ કોર્ટે તમામ મુદ્દાઓની નોંધ લીધી છે. CISFની નિમણૂક પર ધ્યાન આપવામાં આવ્યું છે, CBI અને રાજ્ય દ્વારા 22 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ આપવામાં આવશે.

'પીડિતાની ઓળખ જાહેર ન કરવી જોઈએ'

પીડિતાની ઓળખ જાહેર થવા પર ચિંતા વ્યક્ત કરતાં HCએ કહ્યું કે, 'અમે અમારા અગાઉના આદેશમાં ફોટોગ્રાફ્સ અપલોડ ન કરવાની વિનંતી કરી હતી. જો તમે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદો જુઓ છો, તો પીડિતાની ઓળખ જાહેર ન કરવાની સકારાત્મક નિર્દેશ છે. 

જેના પર અરજદારના વકીલે કહ્યું કે કમનસીબે પીડિતાના મિત્રો પાસે જૂના ફોટા છે અને આજ ફોટા પ્રસારિત કરી રહ્યા છે.

HCએ વધુમાં કહ્યું કે, 'અમે પીડિતાના માતા-પિતાના નામ પણ છુપાવ્યા છે. તમે તેનો ઉલ્લેખ કર્યો નથી.’ અરજદારના વકીલે કહ્યું કે, 'એક વસ્તુ જે કરી શકાય છે તે એ છે કે, કોર્ટ તમામ મીડિયા પર્સનને એ સુનિશ્ચિત કરવા વિનંતી કરી શકે છે કે, પીડિતા અને પરિવારની ઓળખ જાહેર ન થાય.' જેના પર કોર્ટે કહ્યું કે તેઓ આમ જ કરશે. આ મામલે હવે આગામી સુનાવણી 4 સપ્ટેમ્બરે થશે.

આ પણ વાંચો: કોલકાતા દુષ્કર્મ કેસઃ સુપ્રીમ કોર્ટે રચી નેશનલ ટાસ્ક ફોર્સ, પૂછ્યું- 7000 લોકો હોસ્પિટલમાં ઘૂસ્યા ત્યારે પોલીસ શું કરતી હતી?



Google NewsGoogle News