Get The App

ચૌધરી ચરણસિંહને 'ભારત રત્ન' આપવા પાછળ કિસાન અને જાટ રાજકારણની પાક્કી ગણતરી

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
ચૌધરી ચરણસિંહને 'ભારત રત્ન' આપવા પાછળ કિસાન અને જાટ રાજકારણની પાક્કી ગણતરી 1 - image


- પૂર્વ વડાપ્રધાન ચરણસિંહનો ઉ.પ્ર., હરિયાણા, રાજસ્થાન અને પંજાબ સહિત ઘણાં રાજ્યોના જાટ લોકો પર અસામાન્ય પ્રભાવ હતો

નવી દિલ્હી : દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહને 'ભારત રત્ન' એવોર્ડ (મરણોત્તર) જાહેર કરાયો છે. ચોવીશની ચૂંટણીનો 'શંખનાદ' ફૂંકાય તે પૂર્વેના થોડા જ દિવસોમાં આ જાહેરાત થઈ ચૂકી છે તે પાછળ ઉંડી રાજનીતિ છે.

ચરણસિંહ પશ્ચિમી ઉત્તર પ્રદેશના રહેવાસી હતા તેઓનો ઉત્તર પ્રદેશના રાજકારણ પર ઘેરો પ્રભાવ હતો. આ જાટો તેઓની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હતા તે ઉપરાંત તેઓ પોતે જ ખેડૂત હતા તેથી ખેડૂતો પણ તેમનાથી આકર્ષાતા હતા. આમ, તેઓને ભારત રત્નથી સન્માનિત કરવા પાછળનો મુખ્ય હેતુ ઉ.પ્ર, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં વસતા જાટો ઉપર ભાજપનો પ્રભાવ પાથરવાનો હોઈ શકે તેમ નિરીક્ષકોનું માનવું છે.

આ નિર્ણય તેવા સમયે લેવામાં આવ્યો છે કે, જ્યારે જાટ સમુદાયનું ભાજપ વિરૂદ્ધ ધુ્રવીકરણ થતું જોવા મળ્યું છે.

સ.પા.ના નેતા અખિલેશ યાદવે ઉ.પ્ર.ના જાટોને પણ યાદવો સાથે રાખી જબરજસ્ત જૂથ બનાવવા નિર્ણય કર્યો. ચૌધરી ચરણસિંહના પૌત્ર જયંત ચૌધરી અને તેમના પક્ષ રાષ્ટ્રીય લોકદળ (રાલોદ)ને પોતાની સાથે લીધા પણ ખરા. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચરણસિંહને 'ભારત રત્ન' આપવામાં આવશે તેમ જયંત ચૌધરીને જણાવ્યું હોવાનું કહેવાય છે. તેથી જ જયંત ચૌધરી ભાજપના નેતૃત્વ નીચેના ગઠબંધનમાં પણ જોડાવા નિર્ણય કર્યો હોય તેમ માનવામાં આવે છે. સહજ છે કે, અત્યારે રાલોદના પ્રમુખપદે રહેલા જયંત ચૌધરી સાથે સમગ્ર પાર્ટી એનડીએ સાથે જોડાઈ જશે. તો સપાથી દૂર ખસી 'યુ ટર્ન' લઈ શકે તેમ છે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૨૦માં કિસાન આંદોલને ગંભીરરૂપ લીધું હતું. પશ્ચિમ યુ.પી., હરિયાણા અને પંજાબના હજ્જારો ખેડૂતોએ દિલ્હીની સીમાએ પડાવ નાખ્યો હતો. એક વર્ષ સુધી ચાલેલા આ આંદોલનને લીધે મોદી સરકારે ત્રણે 'કૃષિ કાનૂનો' પાછા ખેંચવા પડયા હતા. તે પછી ૨૦૨૨માં યુ.પી.માં ભાજપે જબરજસ્ત જીત મેળવી પરંતુ ખેડૂતો અને જાટો વચ્ચે પૂરો મેળ જામ્યો ન હતો. હવે ચૌધરી ચરણસિંહને 'ભારત રત્ન' આપી તે મનમેળ ફરી સાધવાનો અને લોકસભા ચૂંટણી તથા હરિયાણામાં પણ ૨૦૨૪માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવાની ભાજપની તેની પાછળ પાક્કી ગણતરી છે.


Google NewsGoogle News