કેદારનાથના ભાજપ ધારાસભ્યનું નિધન, ચૂંટણી પ્રચાર વખતે પડી ગયા બાદ બીમારીમાં લપેટાયા હતા

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
કેદારનાથના ભાજપ ધારાસભ્યનું નિધન, ચૂંટણી પ્રચાર વખતે પડી ગયા બાદ બીમારીમાં લપેટાયા હતા 1 - image


Kedarnath MLA Shailarani Rawat Passed Away: ભાજપ માટે એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. કેદારનાથથી ભાજપના ધારાસભ્ય શૈલારાણી રાવતનું 68 વર્ષની વયે નિધન થઇ ગયું છે. તેમનો અંગત સચિવ પપેન્દ્ર રાવતે જણાવ્યું કે શૈલારાણી બે દિવસથી વેન્ટિલેટર પર જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા હતા. 

મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું 

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શૈલારાણી રાવતના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે કેદારનાથ વિધાનસભાથી લોકપ્રિય ધારાસભ્ય શૈલા રાણી રાવતનું નિધન અત્યંત પીડાદાયક છે. તેમનું નિધન પાર્ટી અને પ્રદેશના લોકો માટે અપૂરણીય ક્ષતિ છે. 

વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર વખતે પડી ગયા હતા 

ઉલ્લેખનીય છે કે શૈલારાણી રાવત 2017માં વિધાનસભા ચૂંટણીના પ્રચાર કરવા ગયા હતા ત્યારે પડી ગયા હતા. તેમને તે સમયે ઈજાઓ પણ થઈ હતી. આ દરમિયાન જ તેમને ગંભીર બીમારી થઇ ગઇ હતી. આશરે 3 વર્ષ સુધી સારવાર ચાલ્યા બાદ તે સ્વસ્થ થઇને ફરી રાજકારણમાં આવ્યા. બે મહિના અગાઉ ફરી તે ઓમકારેશ્વર મંદિરના પગથિયાં પરથી લપસી જતાં ઈજાગ્રસ્ત થયા હતા. 

આ પણ વાંચો : મંત્રી ના બનાવાતા ભાજપના સાંસદ બરાબરના અકળાયા, પાર્ટીને જ દલિત વિરોધી ગણાવી દીધી

પહેલીવાર કોંગ્રેસ તરફથી લડીને જીત્યા હતા 

કરોડરજ્જુમાં ફ્રેક્ચર થવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બે દિવસ પહેલા જ તેમની દીકરી ઐશ્વર્યા રાવતે સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટમાં કહ્યું કે મમ્મી જલદી સ્વસ્થ તેવી કામના. શૈલારાણી કેદારનાથથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. પહેલીવાર 2012 માં તેમણે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડીને જીતી હતી. પછી 2016માં ભાજપમાં જોડાઈ ગયા. અહીં 2022માં ફરી જીતીને તેઓ વિધાનસભા પહોંચ્યા હતા.

કેદારનાથના ભાજપ ધારાસભ્યનું નિધન, ચૂંટણી પ્રચાર વખતે પડી ગયા બાદ બીમારીમાં લપેટાયા હતા 2 - image


Google NewsGoogle News