PHOTOS : બિસ્કિટમાંથી બનાવી કેદારનાથધામની પ્રતિકૃતિ, લોકો જોવા ઉમટ્યા

પ્રયાગરાજમાં 2151 બિસ્કિટનો ઉપયોગ કરી કેદારનાથ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
PHOTOS : બિસ્કિટમાંથી બનાવી કેદારનાથધામની પ્રતિકૃતિ, લોકો જોવા ઉમટ્યા 1 - image


Mahashivratri:  દેશભરમાં આજે મહાશિવરાત્રિનો દિવસ ધામ-ધૂમથી ઉજવાઈ રહ્યો છે. આ મહાપર્વ પર દેશભરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મંદિરોમાં ‘બમ બમ ભોલે’,‘હર હર મહાદેવ’ અને ‘ઓમ નમઃ શિવાય’ના નારાથી ગૂંજી ઉઠ્યા છે. તો આજે યુપીના પ્રયાગરાજમાં મહાશિવરાત્રિ પર ત્રિવેણી સંગમના કિનારે બિસ્કિટનો ઉપયોગ કરીને ખાસ કેદારનાથ મંદિરની અનોખી પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિકૃતિ ઈલાહાબાદ સેન્ટ્રલ યૂનિવર્સિટીના ફાઈન આર્ટસ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ ચાર દિવસની મહેનત બાદ તૈયાર કરી હતી. મહાશિવરાત્રિ પર માઘ મેળામાં સંગમ કિનારે બાબા કેદારનાથધામની પ્રતિકૃતિના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 

યુપીના પ્રયાગરાજ જિલ્લામાં શિલ્પ કલાકારે બિસ્કિટમાંથી કેદારનાથધામની પ્રતિકૃતિ બનાવી છે. ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટિસ્ટ અજય ગુપ્તાએ જણાવ્યું કે ગયા વર્ષે અમે 1,111 બિસ્કિટમાંથી શિવલિંગ બનાવ્યું હતું. ત્યારે આ વખતે અમારા મનમાં વિચાર આવ્યો કે કેદારનાથધામનું મંદિર બનાવીએ. 

PHOTOS : બિસ્કિટમાંથી બનાવી કેદારનાથધામની પ્રતિકૃતિ, લોકો જોવા ઉમટ્યા 2 - image

2151 બિસ્કિટનો ઉપયોગ કરી કેદારનાથધામની પ્રતિકૃતિ

શિલ્પ કલાકાર અજય ગુપ્તાએ કહ્યું કે, " આ વખતે અમે કેદારનાથ મંદિરની પ્રતિકૃતિ બનાવી છે, જેમાં 2151 બિસ્કિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરને અમે સુંદર રીતે સજાવ્યું છે, તમે જોઈ શકો છો કે સંગમ ઘાટ પર શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે. અમારી આ કળાને જોવા માટે લોકો ઘણા લોકો ઉત્સાહિત છે, મહાશિવરાત્રિનું આ પાવન પર્વ પર છે, લોકો અહીં આવે છે, કુંભ મેળાનું આ છેલ્લું સ્નાન પણ છે. "  

PHOTOS : બિસ્કિટમાંથી બનાવી કેદારનાથધામની પ્રતિકૃતિ, લોકો જોવા ઉમટ્યા 3 - image

શિલ્પ કલાકાર દીપાજંલિ સિંહ આ વિશે વાત કરતાં કહે છે કે, " શિવરાત્રિના આ મહાપર્વને ધ્યાનમાં રાખીને અમે કેદારનાથના મંદિર બનાવ્યું છે. આ મંદિર બનાવતા અમને 4 દિવસનો સમય લાગ્યો હતો, અને હજારો બિસ્કિટથી અમે આ મંદિરનું નિર્માણ કર્યું છે, આશા કરીએ છીએ કે, શ્રદ્ધાળુઓને અમારી કળા ખૂબ પસંદ આવશે. "

PHOTOS : બિસ્કિટમાંથી બનાવી કેદારનાથધામની પ્રતિકૃતિ, લોકો જોવા ઉમટ્યા 4 - image

પ્રયાગરાજમાં દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુ સુરજભાન દર્શને આ શિલ્પ કળા વિશે વાત કહ્યું કે, " કલાકારોએ ખૂબ સુંદર પ્રતિકૃતિ તૈયાર કરી છે, તેમની જે કલાકૃતિ છે તે ખરેખર મનમોહક છે. કલાકૃતિ જોયા પછી લાગી રહ્યું છે કે તેને બનાવવામાં ઘણી મહેનત લાગી હશે, તેમણે આ મંદિરને એટલી સુંદર રીતે સજાવ્યું છે કે, જાણે ત્યાં સાક્ષાત કેદારનાથજી મંદિર હોય, તેવી રીતે બનાવ્યું છે. આ બિસ્કિટ જ કહી રહ્યા છે કે, તેઓએ આ બિસ્કિટમાંથી બનાવ્યું છે અને તે ઘણી મહેનતથી બનાવીને મુક્યું છે, જે ખરેખર ખૂબ સુંદર લાગે છે."


Google NewsGoogle News