VIDEO: બંધ કેદારનાથ ધામમાં જોવા મળ્યો અજાણ્યો વ્યક્તિ, મૂર્તિઓ-દાનપેટી સાથે કરી છેડછાડ
Kedarnath dham: બંધ કેદારનાથ ધામમાં ભુંકુંટ ભૈરવનાથ મંદિર પરિસરમાં મૂર્તિઓ સાથે છેડછાડ કરતો એક અજાણ્યો વ્યક્તિ નજર આવી રહ્યો છે. ભુંકુંટ ભૈરવનાથ મંદિરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
એક અજાણ્યો વ્યક્તિ હાથમાં પકડેલા ડંડાથી મૂર્તિઓ સાથે છેડછેડા કરી રહ્યો હતો. આટલું જ નહીં તેણે દાનપેટી સાથે પણ છેડછાડ કરી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, આ અજાણ્યો વ્યક્તિ જૂતા પહેરીને મંદિર પરિસરમાં ફરી રહ્યો છે. જેના કારણે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે. આ વીડિયો 17 ડિસેમ્બરનો હોવાની માહિતી મળી રહી છે. નાયબ પોલીસ અધિક્ષક પ્રબોધ કુમાર ઘિલ્ડિયાલે જણાવ્યું કે, પોલીસે સોનપ્રયાગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ અજાણ્યા વ્યક્તિની ધરપકડ માટે એક ટીમ કેદારનાથ રવાના કરી દેવામાં આવી છે. આરોપીની ટૂંક સમયમાં ધરપકડ કરી લેવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, કેદારનાથ ધામ સહિત ચારેય ધામોના કપાટ શિયાળા માટે બંધ કરી દેવામાં આવ્યા છે.