VIDEO: કેદારનાથ મંદિરની પાછળ જ હિમસ્ખલન, કોઈ નુકસાન નહીં, વીડિયો વાયરલ
Avalanche in kedarnath: કેદારનાથ મંદિર પાછળ ચોરાબાડીથી ઉપર હિમાલયની પર્વતમાળાઓમાં હિમસ્ખલન થવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પવનવેગે વાઇરલ થઇ રહ્યો છે. હકિકતમાં, મંદીર ક્ષેત્રની પાસે અચાનક ગ્લેશિયરનો એક વિશાળકાય ભાગ તૂટી પડ્યો હતો જેના હિમસ્ખલન થયું હતું. મંદિર ક્ષેત્રમાં હાજર ઘણાં પ્રત્યક્ષદર્શી પ્રવાસીઓએ આ પ્રાકૃતિક દ્રશ્યને પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કર્યું હતું.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે આ અંગે જણાવ્યું કે, હિમસ્ખલન સવારે લગભગ 5 વાગ્યે ગાંધી સરોવર સાથે અથડાયું હતું. જોકે, ઘટનામાં જાન-માલનું કોઈ નુકસાન થયું નથી.
હિમસ્ખલનની ઘટનાઓમાં વધારો
તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં હિમસ્ખલન થવાની અનેક ઘટનાઓ સામે આવી છે. અગાઉ 8 જૂને પણ અહીં ગ્લેશિયર તૂટવાની ઘટના બની હતી. ગયા વર્ષે પણ મે અને જૂન મહિનામાં ચોરાબારીને અડીને આવેલા કમ્પેનિયન ગ્લેશિયર વિસ્તારમાં પાંચ વખત હિમસ્ખલન થયો હતો. અગાઉ વર્ષ 2022માં પણ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં આ વિસ્તારમાં હિમસ્ખલન થયો હોવાના અહેવાલ છે.