Get The App

પેટા ચૂંટણી: કેદારનાથમાં કોનું પલડું ભારે? ભાજપ અને કોંગ્રેસ માટે આબરૂ બચાવવાની જંગ

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
પેટા ચૂંટણી: કેદારનાથમાં કોનું પલડું ભારે? ભાજપ અને કોંગ્રેસ માટે આબરૂ બચાવવાની જંગ 1 - image


Kedarnath Election : અયોધ્યા અને બદ્રીનાથની ચૂંટણી બાદ દરેકની નજર કેદારનાથ વિધાનસભા બેઠક પર થનારી પેટાચૂંટણી પર ટકેલી છે. કેદારનાથ પેટાચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે, જ્યારે કોંગ્રેસ આ ચૂંટણી જીતીને પોતાનું ગુમાવેલું રાજકીય મેદાન પાછું મેળવવા માંગે છે. આ જ કારણ છે કે, કેદારનાથ પેટાચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ એટીચોટીનું જોર લગાવી રહ્યા છે. 

આ પણ વાંચો : ફોટો પડાવવા માટે પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ભાજપ કાર્યકર્તાને મારી લાત, વીડિયો વાઇરલ થતાં રોષે ભરાયા લોકો

કેદારનાથ બેઠક પર જોરદાર ટક્કર 

કેદારનાથ વિધાનસભા પેટાચૂંટણી માટે 20મી નવેમ્બરે મતદાન યોજાવાનું છે, તે પહેલા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો માત્ર લોકોના દરવાજે નથી જઈ રહ્યા, પરંતુ ચૂંટણીમાં તેમની જીત થાય તે માટે આશીર્વાદ લેવા ભગવાનના દરવાજે પણ જઈ રહ્યા છે. કેદારનાથ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. કેદારનાથ મતવિસ્તારમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મનોજ રાવત અને ભાજપના પૂર્વ ધારાસભ્ય આશા નૌતિયાલ સામે જોરદાર ટક્કર થાય તેવું જોવા મળી રહ્યું છે. 

બાબાના ગઢમાં ભાજપનો દબદબો

કેદારનાથ વિધાનસભા બેઠક ભાજપ ધારાસભ્ય શૈલા રાની રાવતના નિધન બાદ ખાલી થઈ છે. આ બેઠક પર અત્યાર સુધીમાં પાંચ વખત ચૂંટણી થઈ છે, જેમાં ત્રણ વખત ભાજપ અને બે વખત કોંગ્રેસનો વિજય થયો હતો. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો જામ્યો છે. આવી સ્થિતિમાં આ વખતે બાજી કોના હાથે લાગે છે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો : દેહરાદૂનમાં કરુણાંતિકા: અડધી રાત્રે ઈનોવા-કન્ટેનર વચ્ચે ટક્કર, છ યુવક-યુવતીના મોત

કેદારનાથ ચૂંટણીમાં કયા મુદ્દા મહત્ત્વના ગણાય છે?

કેદારનાથ વિધાનસભા બેઠક પર ઘણા મુદ્દા મહત્ત્વના છે પરંતુ રોજગાર, રસ્તા અને સૌથી મહત્ત્વનો મુદ્દો કેદારનાથ યાત્રાનો છે, કારણ કે કેદારનાથ યાત્રા આ ક્ષેત્રની આર્થિક કરોડરજ્જુ છે. કોંગ્રેસના ઉમેદવાર મનોજ રાવત જીતનો દાવો કરી રહ્યા છે અને ભાજપ પર પ્રહારો કરતાં તેમણે કહ્યું કે, હાલમાં ભાજપ સરકાર સત્તામાં છે. પરંતુ આ વિસ્તારનો વિકાસ થયો નથી, આ સિવાય 'કેદારનાથ યાત્રા' પણ આ ચૂંટણીમાં એક મુદ્દો છે.

કોણ લહેરાવશે વિજયનો ધ્વજ?

ભાજપના ઉમેદવાર આશા નૌટિયાલને પણ પોતાની જીતનો વિશ્વાસ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સતત પ્રગતિ કરી છે અને કોંગ્રેસ માત્ર જનતાને ભ્રમિત કરી રહી છે. કોંગ્રેસ હિન્દુત્વના ગઢ પર કબજો જમાવશે કે ભાજપ પરત ફરશે તે નિર્ણય 23મી નવેમ્બરે મતગણતરી બાદ દરેકને ખબર પડશે. પરંતુ એ વાત સાચી છે કે કેદારનાથ વિધાનસભા પેટાચૂંટણીના પરિણામની અસર ઉત્તરાખંડના રાજકારણની સાથે સાથે દેશના રાજકારણ પર પણ પડશે.


Google NewsGoogle News