Get The App

કેદારનાથ, બદ્રીનાથ અને ગંગોત્રી બરફ વિહોણા, પહાડો પર ખોરવાયું બરફવર્ષાનું શિડયૂલ્ડ

સામાન્ય રીતે મોન્સૂન પછી તરત જ ઠંડી વધવા લાગે છે

તાપમાન ૨ થી ૩ ડિગ્રી વધારે રહેવાથી હળવી ગરમીનો અનુભવ

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
કેદારનાથ, બદ્રીનાથ અને ગંગોત્રી બરફ વિહોણા, પહાડો પર ખોરવાયું બરફવર્ષાનું શિડયૂલ્ડ 1 - image


નવી દિલ્હી,11 નવેમ્બર,2024,સોમવાર 

દિવાળી પછી ઠંડીના ચમકારાની શરુઆત થાય અને નવેમ્બર મહિનામાં તો હિમાલયી ક્ષેત્રોમાં બરફ વર્ષાથી પહાડો  શ્વેત સ્વરુપ ધારણ કરવા લાગે છે. જો કે આજકાલ ઉતરાખંડના પહાડી વિસ્તારો ગરમ અને સૂષ્ક જોવા મળી રહયા છે. સમુદ્વ તટથી ૪ હજાર ફૂટની ઉંચાઇ પર આવેલું શિવ મંદિર, તુંગનાથ પર બરફના મોટા પડ નજરે પડવા જોઇએ તેના સ્થાને બોડા પથ્થર જોવા મળે છે. આ વિસ્તારોમાં દિવસનું તાપમાન ઉંચું રહેવાથી પ્રવાસીઓ ઠંડી હવાના સ્થાને હળવી ગરમીનો અનુભવ કરી રહયા છે.

કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી ધામ પણ બરફવર્ષોની રાહ જોઇ રહયા છે. દહેરાદૂનના મૌસમ વિજ્ઞાાનના જણાવ્યા અનુસાર આ વર્ષે માનસૂન પછી પર્વતીય ક્ષેત્રોમાં સામાન્યથી ૯૦ ટકા ઓછો વરસાદ થયો હોવાથી તાપમાનમાં ઘટાડો જોવા મળતો નથી. સામાન્ય રીતે મોન્સૂન પછી તરત જ ઠંડી વધવા લાગે છે પરંતુ અપેક્ષાકૃત મૌસમ વધારે સૂકું રહયું છે.પશ્ચિમી વિક્ષોભના લીધે આ ક્ષેત્રોનું તાપમાન ૨ થી ૩ ડિગ્રી વધારે રહેવાથી હળવી ગરમીનો અનુભવ થઇ રહયો છે.

કેદારનાથ, બદ્રીનાથ અને ગંગોત્રી બરફ વિહોણા, પહાડો પર ખોરવાયું બરફવર્ષાનું શિડયૂલ્ડ 2 - image

હિમાલય ક્ષેત્રમાં બરફ પડવા સાથે જ શિયાળાના આગમનના સંકેત આપે છે. આ સંકેત હજુ પણ જોવા મળી રહયા નથી. નિષ્ણાતોનું માનવું છે કે જો કેટલાક દિવસોમાં પશ્ચિમી વિક્ષોભ સક્રિય થાય તો નવેમ્બરના મધ્યમાં બરફ વર્ષા જોવા મળી શકે છે, ત્યાર પછી જ ઠંડીનો અહેસાસ થશે. બરફવર્ષામાં વિલંબ થવાથી ઉતરાખંડના પર્યટન ઉધોગ પર પણ વિપરિત અસર જોવા મળી શકે છે. બરફ વર્ષા થાય ત્યાર પછી જ સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. આસપાસના ક્ષેત્રોમાંથી આવતા પ્રવાસીઓ હવામાનમાં પરિવર્તન આવે તેની રાહ જોઇ રહયા છે. 


Google NewsGoogle News