'દીકરીને EDથી બચાવવા પૂર્વ CM ભાજપ સાથે સોદો કરવા...' પૂર્વ પોલીસ અધિકારીનો મોટો દાવો
Phone Tapping Case: ફોન ટેપિંગ કેસમાં ધરપકડ કરાયેલા તેલંગાણાના પૂર્વ પોલીસ અધિકારીએ દાવો કર્યો હતો કે તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ ભાજપના ટોચના નેતા બીએલ સંતોષની બીઆરએસના ધારાસભ્યોની કથિત ખરીદીના કેસમાં ધરપકડ કરાવવા માગતા હતા, બાદમાં તેઓ પોતાની પુત્રી કે કવિતા સામે ઈડી દ્વારા કોઇ કાર્યવાહી ના થાય તે માટે આ ધરપકડનો ઉપયોગ કરવા માગતા હતા.
કેસીઆરીની પુત્રી ભાજપ સાથે ડીલ કરવા માગતા હતા
પૂર્વ ડેપ્યુટી કમિશનર રાધાકૃષ્ણ રાવે પોતાની પૂછપરછમાં દાવો કર્યો હતો કે કેસીઆર પોતાની પુત્રી સામે ઈડી દ્વારા એક્સાઇઝ નીતિ કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે તે મામલે ભાજપ સાથે ડીલ કરવા માગતા હતા. કેસીઆરે પોતાના પક્ષના ધારાસભ્યોને ખરીદવાના આરોપો હેઠળ ભાજપના વરીષ્ઠ નેતા બીએલ સંતોષની ધરપકડ કરાવવાનો તખ્તો તૈયાર કર્યો હતો.
ભાજપના નેતાની ધરપકડ માટે SITની રચના પણ કરવામાં આવી
ભાજપના નેતાની ધરપકડ માટે એસઆઈટીની રચના પણ કરવામાં આવી હતી. ધરપકડ કરી લેવામાં આવે તે બાદ કેસ મજબૂત બનાવવાનું આયોજન હતું. આ કેસના આધારે કેસીઆર બાદમાં ભાજપ પર પોતાની પુત્રીને છોડી મૂકવા દબાણ કરવા માગતા હતા. કે કવિતાની દિલ્હીના એક્સાઈઝ નીતિ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે અને હાલ તે તિહાર જેલમાં કેદ છે. પોતાની પુત્રીને બચાવવા માટે કેસીઆર ભાજપના નેતા સામે એક મજબૂત કેસ તૈયાર કરવાની ફિરાકમાં હતા.
તેલંગાણાના પૂર્વ પોલીસ અધિકારીએ કર્યો
આ દાવો તેલંગાણાના પૂર્વ પોલીસ અધિકારીએ કર્યો હતો. જેની ફોન ટેપિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ ડીસીપીએ દાવો કર્યો હતો કે જ્યારે ભાજપના નેતાની સામે કાર્યવાહીના કેસીઆરના આદેશનું પાલન ના થયું તો તેઓ બહુ જ ગુસ્સે ભરાયા હતા. આ પોલીસ અધિકારીની ફોન ટેપિંગના કેસમાં ધરપકડ કરાઈ છે તેમના પરકેસીઆરના કાર્યકાળના કેટલાક પુરાવા મિટાવવાનો પણ આરોપ છે. જોકે તેણે દાવો કર્યો હતો કે તે પોતે કેસીઆરને વ્યક્તિગત કામો અને પરિવારજનોની બેઠકોમાં હાજર નહોતો રહ્યો.