મનુ ભાકરે ઓલિમ્પિક મેડલ જીત્યા પછી અમિતાભના ડાયલોગથી દિલ જીત્યું, ફેન્સે પૂછ્યું- હવે એક્ટિંગની તૈયારી છે?

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
મનુ ભાકરે ઓલિમ્પિક મેડલ જીત્યા પછી અમિતાભના ડાયલોગથી દિલ જીત્યું, ફેન્સે પૂછ્યું- હવે એક્ટિંગની તૈયારી છે? 1 - image


KBC 16: ઓલિમ્પિક 2024માં દેશને ગૌરવ અપાવનાર મનુ ભાકર હવે અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિમાં જોવા મળવાની છે. હાલમાં જ શોનો પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે.

રમતગમતની દુનિયામાં પોતાનો ઝંડો લહેરાવ્યા બાદ, મનુ ભાકર ટૂંક સમયમાં લોકપ્રિય નાના પડદા શો કૌન બનેગાની 16મી સીઝનમાં જોવા મળશે. સોની એન્ટરટેઈનમેન્ટ પર 5 સપ્ટેમ્બરે રાત્રે 9 વાગ્યે આવતા એપિસોડમાં મનુ દર્શકોના દિલ જીતવા આવી રહી છે. જેનો એર વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દેશને ગૌરવ અપાવ્યું

બે બ્રોન્ઝ જીતનાર શૂટર મનુ ભાકર પણ 2024 પેરિસ ઓલિમ્પિકમાં તેની ઐતિહાસિક સફર વિશે આ શો દ્વારા લોકો સાથે પોતાના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો શેર કરશે.

બિગ બીનો ડાયલોગનો વીડિયો વાયરલ 

KBCનો પ્રોમો સોની ટીવીના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. વિડીયોના કેપ્શનમાં લખ્યુ છે કે, ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકર અને અમન સેહરાવત KBC માં આવી રહ્યાં છે. 

વીડિયોમાં મનુ ભાકર અમિતાભ બચ્ચનને ફિલ્મ મોહબ્બતેંનો ડાયલોગ સંભળાવતી જોવા મળી રહી છે. ફિલ્મમાં અમિતાભે કહ્યું હતું કે પરંપરા, પ્રતિષ્ઠા અને અનુશાસન એ આપણા ગુરુકાલના ત્રણ સ્તંભ છે. આ ત્રણના આધારે અમે તમારું ભવિષ્ય કહી શકીએ છીએ.

મહત્વનું છેકે, મનુ ભાકરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. યૂઝર્સ આ વીડિયો પર સતત કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે મનુ ભાકરને પહેલા જ સવાલ પૂછ્યો છે અને લખ્યું છે કે, શું તમે હવે એક્ટિંગની તૈયારી કરી રહ્યા છો?


Google NewsGoogle News