BRS નેતા કવિતાએ શરત રેડ્ડીને ધમકાવ્યો, AAPને અપાવ્યા રૂ. 25 કરોડ: કોર્ટમાં CBIનો દાવો
Delhi Excise Policy Case: દિલ્હી લિકર પોલિસી કેસમાં આરોપી ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કવિતાને લઈને સીબીઆઈએ કોર્ટમાં મોટો ઘટસ્ફોટ કર્યો છે. કવિતાની કસ્ટડીની માગ કરતા સીબીઆઈએ કોર્ટને જણાવ્યું હતું કે, 'કવિતાએ કરબિંદો ફાર્માના પ્રમોટર શરત રેડ્ડીને આમ આદમી પાર્ટી (AAP)એ દિલ્હીમાં પાંચ રિટેલ ઝોનના બદલામાં રૂ. 25 કરોડ આપવાની ઘમકી આપી હતી'. જોકે, કોર્ટે કવિતાને 15મી એપ્રિલ સુધી સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દેવાયા છે.
કવિતાએ શરત રેડ્ડીને ધમકાવ્યો: સીબીઆઈ
કોર્ટમાં સીબીઆઈએ જણાવ્યું હતું કે, 'તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતાએ શરથ રેડ્ડીને કહ્યું હતું કે જો તે દિલ્હીમાં આપને પૈસા નહીં આપે તો તેલંગાણા અને રાજધાનીમાં તેના બિઝનેસને નુકસાન થઈ શકે છે.' શરત ચંદ્ર રેડ્ડી હવે દિલ્હી લિકર પોલિસી કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સરકારી સાક્ષી છે. આ કેસની તપાસની જવાબદારી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની છે. સીબીઆઈએ હજુ સુધી શરત રેડ્ડી સામે કોઈ ચાર્જશીટ દાખલ કરી નથી.
સીબીઆઈએ આરોપ લગાવ્યો કે, 'કવિતાએ શરત ચંદ્ર રેડ્ડીને કહ્યું હતું કે આપએ દારૂના વ્યવસાય માટે દરેક રિટેલ ઝોન માટે રૂ. 5 કરોડ ચૂકવવા પડશે. આ જ ચુકવણી તેના સહયોગી અરુણ આર પિલ્લઈ અને અભિષેકને કરવામાં આવી હતી, જેમણે બદલામાં વિજય નાયર સાથે કોઓર્ડિનેટ કરશે, જે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પ્રતિનિધિ હતા.'
સીબીઆઈએ પૂછપરછ બાદ ધરપકડ કરી હતી
ઈડીએ 15મી માર્ચે હૈદરાબાદ સ્થિત કવિતાના ઘરેથી તેની ધરપકડ કરી હતી. સીબીઆઈએ પૂછપરછ બાદ ગુરુવારે કવિતાને કસ્ટડીમાં લીધી હતી. તપાસ એજન્સીએ દાવો કર્યો છે કે પૂછપરછ દરમિયાન બીઆરએસ નેતાએ પુરાવા દર્શાવ્યા બાદ પણ સવાલોના જવાબ આપ્યા ન હતા. આ પછી તેમને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને વધુ પૂછપરછ માટે તેની કસ્ટડીની માંગ કરવામાં આવી હતી. તપાસ એજન્સીનો પક્ષ સાંભળ્યા બાદ કોર્ટે કવિતાને 15મી એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.