ફરી આતંકીઓના ટાર્ગેટ પર કાશ્મીર પંડિતો : શોપિંયામાં પુરન કૃષ્ણ ભટ્ટની ગોળી મારી હત્યા
- વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને હુમલાખોરોની શોધ ચાલુ છે
શ્રીનગર, તા. 15 ઓક્ટોબર 2022, શનિવાર
શોપિયા જિલ્લાના ચૌધરી ગુંડ વિસ્તારમાં શનિવારે આતંકીઓએ જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિત સમુદાયના એક વ્યક્તિને ફરીથી નિશાન બનાવ્યો અને તેના પર ગોળીબાર કર્યો. વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું. જમ્મુ અને કાશ્મીર પોલીસે એક નિવેદનમાં કહ્યું, “આતંકવાદીઓએ એક નાગરિક (લઘુમતી) પુરન કૃષ્ણ ભટ્ટ પર ગોળીબાર કર્યો, જે શોપિયાંના ચૌધરી ગુંડમાં બગીચા તરફ જઈ રહ્યા હતા. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. હુમલાખોરોની શોધ ચાલુ છે.