Get The App

કાશ્મીરના બાંદીપોરામાં સૈન્ય જવાનોથી ભરેલી ટ્રક ખીણમાં ખાબકી, 4 જવાન શહીદ, 3 ઘાયલ

Updated: Jan 4th, 2025


Google News
Google News
કાશ્મીરના બાંદીપોરામાં સૈન્ય જવાનોથી ભરેલી ટ્રક ખીણમાં ખાબકી, 4 જવાન શહીદ, 3 ઘાયલ 1 - image


Kashmir Army Truck Accident: ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં શનિવારે (4 જાન્યુઆરી) સેનાના જવાનથી ભરેલી ટ્રક ખીણમાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, અકસ્માતમાં ચાર જવાનના મોત થઈ ચુક્યા અને ત્રણ જવાન ઈજાગ્રસ્ત થયા છે. આ સિવાય અનેક જવાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સેના જવાનો બચાવ અભિયાનમાં જોડાઈ ગયા છે. 

આ પણ વાંચોઃ દિલ્હીની ચોંકાવનારી ઘટના, સ્કૂલમાં બબાલ થતાં 7મા ધોરણના વિદ્યાર્થીનો ચપ્પાના ઘા મારી જીવ લીધો

ચાર દિવસ પહેલાં પણ થયો હતો અકસ્માત

31 ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં મેંઢર તહેસીલના નિયંત્રણ રેખા (LOC) પર બલનોઈ વિસ્તારમાં સેનાના વાહન સાથે દુર્ઘટના ઘટી હતી. તે સમયે સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ સેનાનું વાહન જવાનને લઈને ઓપરેશન ડ્યુટી પર જઈ રહ્યું હતું. 

આ પણ વાંચોઃ પ્રશાંત કિશોરે 5 સ્ટાર હોટેલ જેવું બેડ, હાઈટેક સુવિધા ધરાવતી વેનિટી વેન સાથે ધરણા કરતા વિવાદ

આ દરમિયાન વાહન આશરે ત્રણસો ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં વાહનમાં હાજર પાંચ જવાનોનું મોત નિપજ્યું હતું. જોકે, પાંચ અન્ય ગંભીર રૂપે ઘાયલ થયા હતાં. જેને પૂંછની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.


Tags :
Kashmir-AccidnetKashmir-Army-Truck-AccidentArmy-Accident

Google News
Google News