Get The App

કર્પૂરી ઠાકુરને મળશે મરણોત્તર ભારત રત્ન, જાણો અત્યાર સુધીમાં કેટલા લોકોને મળ્યો છે આ એવોર્ડ

2 જાન્યુઆરી, 1954માં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા ભારત રત્ન આપવાની શરૂઆત કરવામાં આવી હતી

પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને સૌથી પહેલા આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
કર્પૂરી ઠાકુરને મળશે મરણોત્તર ભારત રત્ન, જાણો અત્યાર સુધીમાં કેટલા લોકોને મળ્યો છે આ એવોર્ડ 1 - image


Bharat Ratan Award: કેન્દ્ર સરકારે બિહારના બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા કર્પૂરી ઠાકુરની આજે એટલે કે 24 જાન્યુઆરીએ 100મી જન્મજયંતી પર મરણોત્તર ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. તેઓ બિહારના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી રહ્યા હતા. કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ ઘણાં સમયથી ઉઠી રહી હતી. એવામાં જાણીએ કે ભારત રત્ન આપવાની શરુઆત કોણે કરી અને અત્યાર સુધીમાં કેટલા લોકોને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે...

ભારત રત્નની શરૂઆત ક્યારથી થઈ?

ભારત રત્ન આપવાની શરૂઆત 1954માં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ એવોર્ડથી ભારતીયો ઉપરાંત બે વિદેશી નાગરિકોને પણ સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને સૌથી પહેલા આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ આ જ વર્ષમાં ડૉ. ચંદ્રશેખર વેંકટ રામન, અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીને પણ ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. 

કોને આપવામાં આવે છે ભારત રત્ન?

ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. જેમણે કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા અને રમતગમતના ક્ષેત્રોમાં નોંધપાત્ર અને અસાધારણ યોગદાન દ્વારા રાષ્ટ્રની સેવા કરી હોય તેવા મહાન વ્યક્તિત્વને આ સન્માન આપવામાં આવે છે. જો કે બાદમાં રમતગમત ક્ષેત્રમાં પણ વિશેષ સિદ્ધિ હાંસલ કરનારને ભારત રત્ન આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.

ભારત રત્નથી સન્માનિત વ્યક્તિઓની યાદી

- પ્રણવ મુખર્જી (2019)

- ભૂપેન હજારિકા (2019)

- નાનાજી દેશમુખ (2019)

- મદન મોહન માલવિયા (2015)

- અટલ બિહારી વાજપેયી (2015)

- સચિન તેંડુલકર (2014)

- સીએનઆર રાવ (2014)

- પંડિત ભીમસેન જોશી (2008)

- લતા દીનાનાથ મંગેશકર (2001)

- ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન (2001)

- પ્રો. અમર્ત્ય સેન (1999)

- લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ (1999)

- લોકનાયક જયપ્રકાશ નારાયણ (1999)

- પંડિત રવિશંકર (1999)

- ચિદમ્બરમ સુબ્રમણ્યમ (1998)

- મદુરાઈ સન્મુખા દિવુ સુબ્બુલક્ષ્મી (1998)

- ડૉ. અબુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ (1997)

- અરુણા અસફ અલી (1997)

- ગુલઝારી લાલ નંદા (1997)

- જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા (1992)

- મૌલાના અબુલ કલામ આઝાદ (1992)

- સત્યજીત રે (1992)

- રાજીવ ગાંધી (1991)

- સરદાર વલ્લભભાઈ પટેલ (1991)

- ડૉ. ભીમરાવ રામજી આંબેડકર (1990)

- ડૉ. નેલ્સન રોલિહલાહલા મંડેલા (1990)

- મરુદુર ગોપાલન રામચંદ્રન (1988)

- ખાન અબ્દુલ ગફાર ખાન (1987)

- આચાર્ય વિનોબા ભાવે (1983)

- મધર ટેરેસા (1980)

- કુમારસ્વામી કામરાજ (1976)

- વરાહગીરી વેંકટ ગીરી (1975)

- ઇન્દિરા ગાંધી (1971)

- લાલ બહાદુર શાસ્ત્રી (1966)

- ડૉ. પાંડુરંગ વામન કાણે (1963)

- ડો. ઝાકિર હુસૈન (1963)

- ડૉ. રાજેન્દ્ર પ્રસાદ (1962)

- ડૉ. બિધાનચંદ્ર રોય (1961)

- પુરુષોત્તમ દાસ ટંડન (1961)

- ડૉ. ધોંડે કેશવ કર્વે (1958)

- પં. ગોવિંદ બલ્લભ પંત (1957)

- ડૉ. ભગવાન દાસ (1955)

- જવાહરલાલ નેહરુ (1955)

- ડૉ. મોક્ષગુંડમ વિવેશ્વરાય (1955)

- ચક્રવર્તી રાજગોપાલાચારી (1954)

- ડૉ. ચંદ્રશેખર વેંકટ રામન (1954)

- ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન (1954)

કોણ હતા કર્પૂરી ઠાકુર?

કર્પૂરી ઠાકુરનો જન્મ સમસ્તીપુર જિલ્લાના પિતૌજિયા ગામમાં થયો હતો. 1940માં પટણાથી મેટ્રિક પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ સ્વતંત્રતા આંદોલનમાં કુદી પડ્યા હતા. તેમણે આચાર્ય નરેન્દ્ર દેવ સાથે ચાલવાનું પસંદ કર્યું હતું, ત્યારબાદ તેમણે સમાજવાદનો રસ્તો પસંદ કર્યો અને 1942માં ગાંધીના અસહયોગ આંદોલનમાં ભાગ લીધો હતો, જેના કારણે તેમણે જેલમાં પણ જવું પડ્યું હતું.

વર્ષ 1945માં જેલમાંથી બહાર આવ્યા બાદ કર્પૂરી ઠાકુર સમાજવાદી આંદોલનના ચહેરા બની ગયા હતા. તેમનો ઉદ્દેશ્ય અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થવા ઉપરાંત દલિતો, પછાત અને વંચિતોને પણ સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપવા સમાજની અંદરના જાતીય તેમજ સામાજિક ભેદભાવને દુર કરવાનો હતો.

કર્પૂરી ઠાકુરને મળશે મરણોત્તર ભારત રત્ન, જાણો અત્યાર સુધીમાં કેટલા લોકોને મળ્યો છે આ એવોર્ડ 2 - image



Google NewsGoogle News