સમાજને કલંકિત કરતી ઘટના! 50 દલિત પરિવારોના હુક્કા-પાની બંધ કરાયા, જાણો શું છે મામલો

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
સમાજને કલંકિત કરતી ઘટના! 50 દલિત પરિવારોના હુક્કા-પાની બંધ કરાયા, જાણો શું છે મામલો 1 - image

Image:Twitter 

Karnataka Sexual Harassment Case: દેશમાં આજે પણ જાતિવાદના નામે લોકો એકબીજાની વચ્ચે લડે છે. મામલો સામાજિક બહિષ્કાર સુધી પહોંચે છે. આવી જ એક અન્ય ઘટના સામે આવી છે. કર્ણાટકના એક ગામમાં જાતિવાદને લઇને એટલી ધમાસાન થઇ કે, અહીં 50 દલિત પરિવારોનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. તેમનું હુક્કા-પાણી બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે. મામલો ઉચ્ચ અને નીચલી જાતિ વચ્ચેના વિવાદનો છે.

પીડિત યુવતી દલિત પરિવારની છે અને ઉચ્ચ જાતિના યુવક પર આરોપો લગાવવામાં આવ્યા છે. યૌન શોષણ અને રેપ કેસની કલમો હેઠળ પોક્સો એક્ટનો કેસ નોંધવામાં આવ્યો છે. જેના કારણે સમાજમાં રહેતા ઉચ્ચ વર્ગના પરિવારોએ પીડિત યુવતીના પરિવાર અને તેના સમાજના લોકોનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. 

શું છે સમગ્ર મામલો? 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મામલો યાદગીર જિલ્લાનો છે. આ ઘટના અંગે પોલીસનું કહેવું છે કે, 15 વર્ષની છોકરી 23 વર્ષના છોકરા સાથે રિલેશનશિપમાં હતી. છોકરાએ લગ્નના બહાને તેની જાતીય સતામણી કરી, જેના કારણે તે 5 ગર્ભવતી બની હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બાળકી પાંચ મહિનાની ગર્ભવતી હતી ત્યારે તેણે તેના માતા-પિતાને આખી વાત કહી હતી. જ્યારે છોકરીના પરિવારે પુરૂષને વચન મુજબ તેની સાથે લગ્ન કરવાનું કહ્યું, ત્યારે છોકરાએ ના પાડી. જે બાદ સગીરના માતા-પિતાએ 12 ઓગસ્ટે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.

પીડિતાના પરિવારજનોનો આરોપ છે કે, યુવકે તેમની દીકરીને લગ્નના બહાને ફસાવી હતી અને તેનો ફાયદો ઉઠાવીને દીકરીને ગર્ભવતી બનાવી હતી. પોલીસે આરોપી યુવકની પણ ધરપકડ કરી છે. 

છોકરાના પરિવારે છોકરીને સ્વીકારી નહીં

છોકરીએ ઓગસ્ટની શરૂઆતમાં તેના માતાપિતાને જણાવ્યું હતું કે, તે કદાચ 5 મહિનાની ગર્ભવતી છે અને તેમને છોકરા વિશે પણ જણાવ્યું હતું. જ્યારે યુવતીના પરિવારે યુવકને પીડિત યુવતી સાથે લગ્ન કરવાનું વચન પાળવાનું કહ્યું ત્યારે યુવકના પરિવારજનોએ યુવતીને સ્વીકારવાની ના પાડી દીધી હતી.

બાળકીના માતા-પિતાએ 12 ઓગસ્ટે પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. યાદગીર બેંગલુરુથી લગભગ 500 કિલોમીટર દૂર છે. ફરિયાદ બાદ ગામના ઉચ્ચ જ્ઞાતિના લોકોએ યુવતીના માતા-પિતાને વાતચીત માટે બોલાવ્યા હતા, પરંતુ તેઓ ગયા ન હતા. 13 ઓગસ્ટના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આનાથી નારાજ થઈને ગામના ઉચ્ચ જાતિના નેતાઓએ 250 દલિતોનો બહિષ્કાર કરી દીધો. 

બીજી તરફ યુવકની ધરપકડથી તેના પરિવારજનો અને સમાજના સભ્યોમાં રોષ ફેલાયો હતો. એસપી સંગીતાએ કહ્યું કે,તેમણે ગામના વડીલોને બહિષ્કાર જેવા અમાનવીય પ્રથાઓથી દૂર રહેવા વિનંતી કરી હતી. તેમજ તેઓ ગામમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો કરી રહ્યા છે.

આ પણ વાંચો:  દુનિયાને ડરાવનારો મોડર્ન નાસ્ત્રેદમસ કોણ? 4 ભવિષ્યવાણીઓ સચોટ નીકળી, હવે વધુ એક દાવો


Google NewsGoogle News