Get The App

મહાભારત-રામાયણ કાલ્પનિક છે...', શિક્ષિકાની ધર્મગ્રંથો અને વડાપ્રધાન અંગે વિવાદિત ટિપ્પણી, કરાઈ સસ્પેન્ડ

- આ મામલે દક્ષિણપંથી સમૂહના હોબાળા બાદ સ્કૂલ પ્રશાસને શિક્ષિકા સામે કડક કાર્યવાહી કરી

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
મહાભારત-રામાયણ કાલ્પનિક છે...', શિક્ષિકાની ધર્મગ્રંથો અને વડાપ્રધાન અંગે વિવાદિત ટિપ્પણી, કરાઈ સસ્પેન્ડ 1 - image


Image Source: Freepik

બેંગલુરુ, તા. 13 ફેબ્રુઆરી 2024, મંગળવાર

કર્ણાટકની એક જાણીતી સ્કૂલમાં એક શિક્ષિકા પર ક્લાસમાં બાળકોને અર્નગલ શીખવવાના આરોપમાં સેવામાંથી બરતરફ કરી દેવામાં આવી છે. શિક્ષિકા પર આરોપ છે કે તેઓ બાળકોને ભણાવી રહી હતી કે મહાભારત અને રામાયણ કાલ્પનિક છે. શિક્ષિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ કથિત અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ મામલે દક્ષિણપંથી સમૂહના હોબાળા બાદ સ્કૂલ પ્રશાસને શિક્ષિકા સામે કડક કાર્યવાહી કરી છે. બીજી તરફ આ સમૂહનું કહેવું છે કે ટૂંક સમયમાં આરોપી શિક્ષિકા વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવશે.

આ મામલો કર્ણાટકના મેંગલુરુ સ્થિત પ્રખ્યાત કોન્વેન્ટ સ્કૂલ સાથે સંબંધિત છે. ભાજપના ધારાસભ્ય વેદ્યાસ કામથ દ્વારા સમર્થિત સમૂહે આરોપ લગાવ્યો છે કે શહેરની સેન્ટ ગેરોસા ઈંગ્લિશ એચઆર પ્રાઈમરી સ્કૂલના એક શિક્ષિકા ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા કે મહાભારત અને રામાયણ 'કાલ્પનિક' છે.

PM મોદી પર અપમાનજનક ટિપ્પણી

આ સમૂહે આરોપ લગાવ્યો છે કે શિક્ષિકાએ પીએમ મોદી વિરુદ્ધ બોલતા 2002ના ગોધરા રમખાણો અને બિલકિસ બાનો ગેંગ રેપ કેસનો ઉલ્લેખ કર્યો હતો. સમૂહે એક ફરિયાદમાં કહ્યું કે, શિક્ષિકા બાળકોના મનમાં નફરતની ભાવના જગાડવાનો પ્રયાસ કરી રહી હતી. તેઓએ શનિવારે પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આજે ભાજપના ધારાસભ્યો પણ તેમની સાથે જોડાયા હતા અને શિક્ષિકાને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.

બીજેપી ધારાસભ્યએ કહ્યું કે, જો તમે આ પ્રકારના શિક્ષકનું સમર્થન કરવા જઈ રહ્યા છો તો તમારી નૈતિક દિશાનું શું થયું? તમે તે શિક્ષકને કેમ રાખી રહ્યા છો? જે ઈશુની તમે પૂજા કરો છો તે શાંતિની ઈચ્છા રાખે છે. તમારી બહેનો અમારા હિંદુ બાળકોને બિંદી ન રાખવા અથલા ન લગાવવા કહી રહી છે. તેમણે કહ્યું કે ભગવાન રામ પર દૂધ ચઢાવવું એ બરબાદી છે. જો કોઈ તમારી આસ્થાનું અપમાન કરશે તો તમે ચૂપ નહીં રહેશો.

મહાભારત-રામાયણ કાલ્પનિક છે

બીજી તરફ બાળકોના માતા-પિતાએ દાવો કર્યો છે કે શિક્ષિકાએ ધોરણ 7 ના વિદ્યાર્થીઓને શીખવ્યું કે ભગવાન રામ 'કાલ્પનિક' છે. ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ પબ્લિક ઈન્સ્ટ્રક્શન (DDPI) આ મામલાની તપાસ કરી રહ્યા છે. સ્કૂલે કથિત ટિપ્પણી પર શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધી છે. 

શાળાએ એક પત્રમાં જણાવ્યું કે, સેન્ટ ગેરોસા સ્કૂલનો ઈતિહાસ 60 વર્ષ જૂનો છે અને આજ સુધી આવી કોઈ ઘટના બની નથી. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાએ અમારી વચ્ચે અસ્થાયી અવિશ્વાસ ઊભો કરી દીધો છે અને અમારું પગલું તમારા સહકારથી આ ટ્રસ્ટને ફરીથી બનાવવામાં મદદ કરશે અને અમે બધા અમારા વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય માટે સાથે મળીને કામ કરીશું. 


Google NewsGoogle News