કર્ણાટક સરકાર અનુસૂચિત જનજાતિ માટે બનાવશે અલગ સચિવાલય, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મોટી જાહેરાત

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News


કર્ણાટક સરકાર અનુસૂચિત જનજાતિ માટે બનાવશે અલગ સચિવાલય, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મોટી જાહેરાત 1 - image

Siddaramaiah announced separate secretariat for ST : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અનુસૂચિત જનજાતિ માટે એક મોટી ઘોષણા કરી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જાહેરાત કરતા કહ્યું કે, કર્ણાટક સરકાર અનુસૂચિત જનજાતિય ક્લાયણ કાર્યક્રમો હેતુ એક અલગ સચિવાલયની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની જાહેરાત તેમણે વાલ્મિકી જયંતિના કાર્યક્રમમાં કરી હતી.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય 

સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે, અમારી સાકારના પાછળના કાર્યકાળ દરમિયાન બેલાગવી સત્રમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને તેમની વસ્તી અનુસાર ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો હતો. આ માટે SCSP અને TSP યોજનાઓ હેઠળ વધુ નાણાં ખર્ચી શકાય છે. આ યોજના હેઠળ પહેલા ફક્ત 6 હજાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફળવામાં આવતી હતી જેને અમારી સરકારે પાછળના કાર્યકાળમાં વધારીને  30 હજાર કરોડ રૂપિયા કરી દીધી છે. 

....આવું કરનારા કર્ણાટક પ્રથમ રાજ્ય : CM 

કર્ણાટકમાં રાજ્યની કુલ વસ્તીના 17.1 ટકા SC અને 7 ટકા ST વર્ગની છે.  મુખ્યમંત્રીએ માહિતી આપી હતી કે 2011ની વસ્તી ગણતરી મુજબ 24.1 ટકા વસ્તી SC અને ST કેટેગરીની છે. CM સિદ્ધારમૈયાએ વધુમાં જણાવ્યું હતું કે, કર્ણાટકએ SC/ST વર્ગોના કલ્યાણ હેતુ અલગ ગ્રાન્ટ આપવા માટે કાયદો લાવનાર પ્રથમ રાજ્ય છે. જે રાજ્ય માટે એક ગૌરવની વાત છે.


Google NewsGoogle News