Get The App

એક જ દિવસમાં કર્ણાટક સરકારનો યુટર્ન: પ્રાઇવેટ નોકરીઓમાં સ્થાનિકોને અનામતના નિર્ણય પર રોક

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
siddaramaiah and dk shivakumar


Karnataka Pauses Bill For Reservation In Private Sector Firms : કર્ણાટકમાં પ્રાઇવેટ કંપનીઓમાં સ્થાનિક લોકોને અનામત આપવાના નિર્ણય પર રોક લગાવી દેવામાં આવી છે. કર્ણાટક સરકાર હવે નિર્ણય પર પુનર્વિચાર કરશે. 

શું હતો નિર્ણય? 

નોંધનીય છે કે મંગળવારે (16 જુલાઈ) કર્ણાટક સરકારની કેબિનેટમાં અનામતને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે નિર્ણય લીધો હતો કે કર્ણાટકમાં પ્રાઇવેટ કંપનીઓમાં ગ્રુપ સી અને ગ્રુપ ડી કેટેગરીની નોકરીઓમાં 100 ટકા સ્થાનિક લોકો માટે અનામત રહેશે, એટલે કે માત્ર કન્નડ લોકોને નોકરીએ રાખી શકાશે. પ્રાઇવેટ કંપનીના મેનેજમેન્ટ લેવલમાં પણ 50 ટકા પદો માત્ર કન્નડ લોકો માટે અનામત રહેશે. તથા નોન-મેનેજમેન્ટ પદો પર 75 ટકા અનામત રહેશે.

CMએ શું કહ્યું હતું? 

રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું હતું, કે 'અમારી સરકારની ઈચ્છા છે કે કન્નડ લોકોને પોતાની જમીન પર આરામદાયક જીવન જીવવાનો અવસર મળે. અમારી સરકાર કન્નડ લોકોને સમર્થક સરકાર છે. અમારી પ્રાથમિકતા કન્નડ લોકોનું કલ્યાણ કરવાની છે.' કર્ણાટક સરકારના આ નિર્ણય પર ચારે તરફથી ભારે વિરોધ થયો હતો. મોટી કંપનીઓ દ્વારા પણ સરકાર પર આ નિર્ણય રદ કરવાનું દબાણ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. 


Google NewsGoogle News