Get The App

બેંગલુરુના એક શોરૂમમાં ભયાનક આગ, 50થી વધુ વાહનો સળગીને ખાક

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
બેંગલુરુના એક શોરૂમમાં ભયાનક આગ, 50થી વધુ વાહનો સળગીને ખાક 1 - image


Two-Wheeler Showroom Fire in Bengaluru : કર્ણાટકના બેંગલુરુમાં મહાદેવપુરા પાસે ગઈકાલે એક બાઈકના શોરૂમમાં ભયંકર આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 50થી વધુ ટુ-વ્હિલર્સ વાહનો સળગીને ખાક થઈ ગયા છે. પોલીસના જણાવ્યા મુજબ શોરૂમમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં અનેક ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવી લીધો હતો. અધિકારીઓએ કહ્યું કે, ગઈકાલે મોડી રાત્રે આગ લાગી ત્યારે શોરૂમ બંધ હતો. સ્થાનિક રહેવાસીઓએ બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતા જોઈ તુરંત પોલીસ અને ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો.

અગાઉ EV શોરૂમમાં લાગી હતી આગ

અગાઉ નવેમ્બર-2024માં બેંગલુરુના નવરંગ બાર જંક્શન પાસે ડૉ.રાજકુમાર રોડ પર એક ઈલેક્ટ્રીક બાઈકના શોરૂમ (Electric Bike Showroom)માં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટના 20 વર્ષિક એક મહિલાનું મોત થયું હતું અને એક અન્ય વ્યક્તિને ઈજા થઈ હતી. રિપોર્ટ મુજબ મૃતક પ્રિયા નામની મહિલા એમવાય ઈવીમાં એકાઉન્ટન્ટની કામગીરી કરતી હતી. પ્રિયા 20 નવેમ્બરે પોતાનો 21મો જન્મદિવસ ઉજવવાની હતી. આ ઘટના રાજરાજેશ્વરી નગર પોલીસ સ્ટેશન પાસે લાગી હતી. વરિષ્ઠ ફાયર અને ઇમરજન્સી અધિકારીઓના જણાવ્યા મુજબ, ચાર્જિગ દરમિયાન ઈવી સ્કૂટરની બેટરીમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી અને તે આખા શોરૂમમાં ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન 45 ઈલેક્ટ્રીક વ્હિકલ પણ સળગીને ખાક થઈ ગયા હતા.


Google NewsGoogle News