BJP સાથે હાથ મિલાવતાં જ જેડીએસમાં ધડાધડ રાજીનામાં, કર્ણાટકના ઉપાધ્યક્ષે પાર્ટીથી છેડો ફાડ્યો

પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાની પાર્ટીએ ભાજપ સાથે કર્યું હતું ગઠબંધન, અગાઉ બે લોકો આપી ચૂક્યા હતા રાજીનામા

અગાઉ કોંગ્રેસ સાથે હાથ મિલાવી સરકાર રચી હતી, હવે ભાજપ સાથે જવાનો નિર્ણય કરતાં પાર્ટીના સભ્યો નારાજ

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
BJP સાથે હાથ મિલાવતાં જ જેડીએસમાં ધડાધડ રાજીનામાં, કર્ણાટકના ઉપાધ્યક્ષે પાર્ટીથી છેડો ફાડ્યો 1 - image

ક્યારેક કર્ણાટકમાં કોંગ્રેસનો હાથ થામીને સત્તામાં બિરાજિત થનારા જનતા દળ (સેક્યુલર) (JDS) હવે ભાજપ (Bhartiya Janata Party) સાથે જોડાઈ ગયો છે. બંને પક્ષોએ સાથે મળીને 2024ની લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. જોકે તેના પહેલાં જ જેડીએસ (JDS) ને આ નિર્ણયને ભારે પડતો દેખાઈ રહ્યો છે. પાર્ટીના રાજ્ય એકમના ઉપાધ્યક્ષ સૈયદ શફીઉલ્લાહ સાહેબ (Syed Shafiulla Saheb) એ તેમના પદેથી રાજીનામું આપી દીધું છે. 

શું કહ્યું સૈયદ શફીઉલ્લાહે? 

સૈયદ શફીઉલ્લાહે તેમનું રાજીનામું જેડીએસના પ્રદેશ અધ્યક્ષને મોકલી દીધું છે. શફીઉલ્લાહે કહ્યું કે તેમણે જેડીએસ છોડવાનો નિર્ણય એટલા માટે કર્યો કેમ કે તેમની પાર્ટીએ ભાજપ સાથે હાથ મિલાવ્યો હતો. શફીઉલ્લાહે પોતાના રાજીનામામાં લખ્યું કે મેં સમાજ અને સમુદાયની સેવા કરવા આકરી મહેનત કરી છે. જોકે મારી પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ભાજપ સાથે હાથ મિલાવવાનો નિર્ણય કર્યો છે. એટલા માટે મારી પાસે પાર્ટીના પ્રાથમિક સભ્યપદથી રાજીનામુ આપવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. 

22 સપ્ટેમ્બરે ગઠબંધનની થઈ હતી જાહેરાત 

અહેવાલ અનુસાર શફીઉલ્લાહ ઉપરાંત જેડીએસના શિવમોગ્ગાના અધ્યક્ષ એમ. શ્રીકાંત અને યુટી આયશા ફરઝાના સહિત અનેક નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.  પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાની પાર્ટી જેડીએસએ 22 સપ્ટેમ્બરે કર્ણાટકમાં ભાજપ સાથે ગઠબંધન (BJP-JDS Alliance)ની જાહેરાત કરી હતી.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 

 


Google NewsGoogle News