mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

તીર્થયાત્રીઓથી ભરેલી ટેમ્પો ટ્રાવેલરની ટ્રક સાથે ટક્કર, કર્ણાટકમાં 13 લોકોનાં કમકમાટીભર્યા મોત

Updated: Jun 28th, 2024

Road Accident In Karnataka


Road Accident In Karnataka: કર્ણાટકના નેશનલ હાઈવે પર શુક્રવારે (28મી જૂન) વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ટ્રાવેલરે ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટેમ્પો ટ્રાવેલરમાં મુસાફરી કરી રહેલા બાળકો સહિત 13 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોનો કબજો મેળવ્યો હતો. 

આ પણ વાંચો: દિલ્હીમાં મેઘતાંડવ, અનેક વિસ્તારોમાં પાણી-પાણી, એરપોર્ટ પર ટર્મિનલ-1ની છત તૂટતાં એકનું મોત


ટેમ્પો ટ્રાવેલરમાં સવાર શ્રદ્ધાળુઓની  દર્શન કરીને પરત ફરી રહ્યા હતા

હાવેરીના એસપી અંશુ કુમારે અકસ્માતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, 'આ દુર્ઘટના પુણે-બેંગ્લોર નેશનલ હાઈવે પર થઈ હતી. બ્યાદગી તાલુકામાં ગુંદેનહલ્લી ક્રોસ નજીક પાર્ક કરેલી ટ્રકને ટેમ્પો ટ્રાવેલરે ટક્કર મારી હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો શિવમોગ્ગા જિલ્લાના ભદ્રાવતી તાલુકાના યેમાહટ્ટી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ટેમ્પો ટ્રાવેલરમાં કુલ 17 શ્રદ્ધાળુઓ કરી રહ્યા હતા, જે બેલગાવી જિલ્લાના સવાદટ્ટી ખાતે યેલમ્મા મંદિરના દર્શન કર્યા બાદ ભદ્રાવતી જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આ અકસ્માત થયો હતો.'

તીર્થયાત્રીઓથી ભરેલી ટેમ્પો ટ્રાવેલરની ટ્રક સાથે ટક્કર, કર્ણાટકમાં 13 લોકોનાં કમકમાટીભર્યા મોત 2 - image

Gujarat