Get The App

'મસ્જિદમાં જય શ્રી રામનો સૂત્રોચ્ચાર ગુનો ન ગણાય...' કર્ણાટક હાઈકોર્ટે અરજી ફગાવી દીધી

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
karnataka-high-court


'Jai Shri Ram' Slogan Doesn't Hurt Religious Feelings: કર્ણાટક હાઈકોર્ટે મસ્જિદની અંદર કથિતરૂપે 'જય શ્રી રામ'નો સૂત્રોચ્ચાર કરવા મામલે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો. કોર્ટે બે લોકો સામે પોલીસ દ્વારા દાખલ એફઆઈઆર પણ રદ કરી દીધી. હાઈકોર્ટે કહ્યું કે મસ્જિદમાં જય શ્રી રામનો સૂત્રોચ્ચાર કરવો એ ખોટું નથી. 

સિંગલ જજની બેન્ચનો ચુકાદો 

જસ્ટિસ એમ. નાગપ્રસન્નાના નેતૃત્વ હેઠળની બેન્ચે આરોપી વ્યક્તિઓની અપીલ પર સુનાવણી કરતાં આદેશ આપ્યો કે મને એ નથી સમજાતું કે 'જય શ્રી રામ'નો સૂત્રોચ્ચાર કરવાથી કોઈ સમુદાયની ધાર્મિક લાગણી કેવી રીતે દુભાશે. 

કઈ કઈ કલમો લગાવાઈ હતી? 

મસ્જિદમાં કથિતરૂપે જય શ્રી રામની નારેબાજી કરવાના આરોપમાં આરોપીઓ સામે આઈપીસીની કલમ 295એ હેઠળ આરોપ લગાવાયા હતા. આ સાથે આઈપીસીની કલમ 447, 505, 506, 34 અને 295એ   (ધાર્મિક લાગણી દુભાવવી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ઓમર મુખ્યમંત્રી બને એ પહેલાં જ મોટું ટ્વિસ્ટ, જમ્મુ-કાશ્મીર સરકારમાં કોંગ્રેસ સામેલ નહીં થાય!

હાઈકોર્ટે તેના ચુકાદામાં શું-શું કહ્યું? 

હાઈકોર્ટની બેન્ચે તેના ચુકાદામાં કહ્યું કે ફરિયાદી જ કહે છે કે સંબંધિત ક્ષેત્રમાં હિન્દુ અને મસ્લિમો સદભાવના સાથે રહે છે. બેન્ચે ધ્યાન દોરતાં કહ્યું કે અરજદારો વિરુદ્ધ આગળની કાર્યવાહીની મંજૂરી આપવી એ કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ ગણાશે. સુપ્રીમકોર્ટના આદેશનો હવાલો આપતાં બેન્ચે કહ્યું કે કોઈ પણ અને દરેક કાર્ય આઈપીસીની કલમ 295 એ હેઠળ ગુનો નહીં ગણાય. કર્ણાટક પોલીસે પણ આરોપ મૂક્યો હતો કે આરોપી વ્યક્તિ 24 સપ્ટેમ્બર 2023ની રાત્રે મસ્જિદની અંદર ઘૂસ્યો અને જય શ્રી રામની નારેબાજી કરવા લાગ્યો હતો. તેના પર ધમકી આપવાનો પણ આરોપ હતો. જ્યારે ફરિયાદ નોંધવામાં આવી તો આરોપીઓને અજાણ્યા વ્યક્તિ તરીકે બતાવાયો અને બાદમાં ધરપકડ કરવામાં આવી.

'મસ્જિદમાં જય શ્રી રામનો સૂત્રોચ્ચાર ગુનો ન ગણાય...' કર્ણાટક હાઈકોર્ટે અરજી ફગાવી દીધી 2 - image


Google NewsGoogle News