Get The App

સ્કૂલ ફક્ત પ્રશ્નપત્ર આપશે, આન્સર શીટ બાળકો ઘરેથી લાવે...' કર્ણાટક સરકારનું વિચિત્ર ફરમાન

સિદ્ધારમૈયા સરકારે પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઉત્તરવહી ન આપવાનો તમામ શાળાઓને આદેશ કર્યો

આન્સર શીટ મામલે ભાજપે કર્ણાટક સરકારની ઝાટકણી કાઢી, કહ્યું ‘સરકાર સંપૂર્ણ ગડબડવાળી’

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
સ્કૂલ ફક્ત પ્રશ્નપત્ર આપશે, આન્સર શીટ બાળકો ઘરેથી લાવે...' કર્ણાટક સરકારનું વિચિત્ર ફરમાન 1 - image


Karnataka School Answer Sheet Controversy : શાળાના વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રશ્નપત્ર અને ઉત્તરવહી બંને ઉપલબ્ધ કરાવાય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ પ્રશ્નપત્ર ઘરે લઈ જાય છે અને ઉત્તરવહી જમા કરાવી દે છે. દેશભરની શાળા, કૉલેજો, યુનિવર્સિટી સહિતની પરીક્ષામાં વર્ષોથી આવી પરંપરા ચાલતી આવે છે, ત્યારે હવે કર્ણાટક સરકારે વિચિત્ર ફરમાન કર્યું છે. સરકારના નિર્ણય મુજબ ધોરણ-પાંચ, આઠ અને નવમાંના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઉત્તરવહી ઘરેથી લાવવી પડશે.

વિદ્યાર્થીઓને માત્ર પ્રશ્નપત્ર આપો, ઉત્તરવહી નહીં : કર્ણાટક સરકાર

કર્ણાટક સરકારે રાજ્યની તમામ શાળાઓને આદેશ આપ્યો છે કે, તેઓ પરીક્ષામાં વિદ્યાર્થીઓને માત્ર પ્રશ્નપત્ર જ આપે અને ઉત્તરવહી વિદ્યાર્થીઓને લાવવાની કહે. વિભાગે બ્લોક સ્તરે ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવાનો પણ નિર્ણય લીધો છે.

ધોરણ-5, 8, 9 અને 11ની પરીક્ષા રદ

કર્ણાટક સરકારનો આદેશ વિશેષ રૂપે ધોરણ-પાંચ, આઠ અને નવ માટે છે. જોકે સરકારે આ નિર્ણય લેવા પાછળનું કારણ જણાવ્યું નથી. કર્ણાટક સ્ટેટ એક્ઝામિનેશન એન્ડ એસેસમેન્ટ બોર્ડ (KSEAB) પાસે પરીક્ષા આયોજિત કરવાની સત્તા છે. આ પરીક્ષા અગાઉ 11થી 18 માર્ચ સુધી થવાની હતી. પરંતુ હાઇકોર્ટે સોમવારથી 11મીથી શરૂ થનારી ધોરણ-પાંચ અને આઠની જાહેર/બોર્ડ પરીક્ષા રદ કરી દીધી છે. આ ઉપરાંત ધોરણ-9 અને 11ની જાહેર પરીક્ષાઓ પણ રદ કરાઈ છે.

ઉત્તરવહી મામલે કોંગ્રેસ પર ભડક્યું ભાજપ

આ નિર્ણય બાદ ભાજપ નેતા તેજસ્વી સૂર્યાએ રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સરકાર પર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે. તેમણે એક્સ (પહેલા ટ્વિટર) પર લખ્યું કે, ‘કોંગ્રે સરકાર, જેણે કર્ણાટકના દેવામાં ધકેલી દીધું છે, હવે વિદ્યાર્થીઓને પોતાની આન્સર શીટ લાવવા મજબૂર કરી રહી છે. બોર્ડ પરીક્ષા માટે પોતાની જ આન્સર શીટ. આ સરકાર સંપૂર્ણ ગડબડવાળી છે અને પદ પર રહેવાની ગરીમા ખોઈ ચુકી છે. શિક્ષણ વિભાગે તુરંત મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (CM Siddaramaiah) પાસેથી નાણાં ઉધાર લેવા જોઈએ અને આન્સર શીટ છાપવાનું સુનિશ્ચિત કરવું જોઈએ.’


Google NewsGoogle News