Get The App

કર્ણાટકમાં હિજાબ પર પ્રતિબંધ હટાવાયો, CM સિદ્ધારમૈયાએ આપ્યો આદેશ

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું, ‘તમામને પોતાની પસંદગીના કપડાં પહેરવાનો અધિકાર’

અગાઉની ભાજપ સરકારે હિજાબ પર પ્રતિબંધ લગાવતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
કર્ણાટકમાં હિજાબ પર પ્રતિબંધ હટાવાયો, CM સિદ્ધારમૈયાએ આપ્યો આદેશ 1 - image

બેંગલુરુ, તા.23 નવેમ્બર-2023, શુક્રવાર

કર્ણાટક (Karnataka)ની કોંગ્રેસ (Congess) સરકારે હિજાબ પર પ્રતિબંધ હટાવવાની તૈયારી શરૂ કરી છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (CM Siddaramaiah)એ આજે પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, તમામને પોતાની પસંદગી મુજબ કપડાં પહેરવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે, રાજ્યની સ્કૂલો અને કૉલેજોમાં હિજાબ પર પ્રતિબંધ હટાવવાનો અધિકારીઓને આદેશ આપ્યો છે. ઉલ્લેખનિય છે કે, અગાઉની BJP સરકારે હિજાબ પહેરવા પર પ્રતિબંધ મુક્યો હતો અને ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં જતા પેન્ડિંગ છે.

‘તમામને પોતાની પસંદગીના કપડાં પહેરવાનો અધિકાર’

સિદ્ધારમૈયાએ PM મોદી પર નિશાન સાધતા કહ્યું કે, તમામને પોતાની પસંદગીના કપડાં પહેરવાનો અધિકાર છે. મેં હિજાબ પર પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો છે. પીએમ મોદીનું ‘સબ કા સાથ સબકા વિકાસ’ સૂત્ર બનાવટી છે. ભાજપ પ્રજા અને સમાજને કપડાં અને જાતિના આધારે વહેંચી રહી છે. રાજ્ય સરકારે આ વર્ષે ઓક્ટોબરમાં પ્રતિસ્પર્ધી પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ એવી અટકળો હતી કે, સરકાર રાજ્યમાં હિજાબ પર લગાવાયેલા પ્રતિબંધને સંપૂર્ણ હટાવી શકે છે.

અગાઉની ભાજપ સરકારે હિજાબ પર લગાવ્યો હતો પ્રતિબંધ

ફેબ્રુઆરી-2022માં કર્ણાટકના ઉડુપીની એક સરકારી કૉલેજમાં ક્લાસરૂમની અંદર હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવ્યા બાદ રાજ્યની ઘણી શૈક્ષણિક સંસ્થાઓએ હિજાબ પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારબાદ કર્ણાટકની તત્કાલીન ભાજપ સરકારે સ્કુલો અને કૉલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગા દીધો હતો. તે દરમિયાન પૂર્વ CM બસવરાજ બોમ્મઈ (Basavaraj Bommai) સમાનતા, જાહેર કાયદો તેમજ વ્યવસ્થામાં અવરોધ ઉભો કરતા પહેરવેશને મંજૂરી ન આપવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલો પહોંચ્યો હતો, જેમાં કોર્ટે બે તરફી નિર્ણય આપ્યો હતો. કોર્ટની બેંચે મુખ્ય ન્યાયાધીશ અનુરોધ કર્યો હતો કે, આ કેસને મોટી બેંચ સમક્ષ ટ્રાન્સફર કરવામાં આવે. હાલ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.


Google NewsGoogle News