Get The App

Hookah Ban In Karnataka: કર્ણાટક સરકારે તાત્કાલિક અસરથી હુક્કા પર લગાવ્યો પ્રતિબંધ

- હુક્કા પર પ્રતિબંધનું એલાન કર્ણાટકના આરોગ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે કર્યું

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
Hookah Ban In Karnataka: કર્ણાટક સરકારે તાત્કાલિક અસરથી હુક્કા પર લગાવ્યો પ્રતિબંધ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 08 ફેબ્રુઆરી 2024, ગુરૂવાર

Hookah Banned in Karnataka: કર્ણાટક સરકારે એક મોટું પગલુ ભરતા રાજ્યમાં હુક્કા ઉત્પાદનોની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યમાં યુવાનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હુક્કા પર પ્રતિબંધનું એલાન કર્ણાટકના આરોગ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે કર્યું હતું. ગુરુવાર 7 ફેબ્રુઆરીના રોજ માઈક્રો એક્સ પર એક પોસ્ટમાં તેમણે આ માહિતી આપી હતી.પોસ્ટમાં તેમણે લખ્યું કે, સાર્વજનિક આરોગ્ય અને યુવાનોની સુરક્ષાના હેતુથી કર્ણાટક સરકારે હુક્કા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

સરકારે હુક્કા પર લગાવ્યો પ્રતિબંધ

તેમણે જણાવ્યું કે, ધૂમ્રપાન સાથે સંકળાયેલા ગંભીર સ્વાસ્થ્ય જોખમોને ધ્યાનમાં રાખીને અમે સમગ્ર રાજ્યમાં હુક્કા પર પ્રતિબંધ મૂકીને નિર્ણાયક કાર્યવાહી કરી છે. કર્ણાટકમાં સિગારેટ અને અન્ય તંબાકૂ ઉત્પાદન એક્ટ (COTPA)માં સુધારો કરીને કર્ણાટકમાં હુક્કા ધૂમ્રપાન પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. તેમણે આગળ લખ્યું કે, અમારી સરકાર અમારી ભાવિ પેઢીઓ માટે સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણ બનાવવા માટે કામ કરી રહી છે.

સપ્ટેમ્બરમાં કરી હતી ઘોષણા

આ અગાઉ આરોગ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે સપ્ટેમ્બર 2023માં હુક્કા બાર પર પ્રતિબંધ લગાવવાની અને તંબાકૂના સેવન માટેની કાયદેસરની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવાની ઘોષણા કરી હતી. તે સમયે ગુંડુ રાવે કહ્યું હતું કે, હુક્કામાં વપરાતા અજાણ્યા ઘટકો નશાનું કારણ બની શકે છે. જોકે, કર્ણાટકના બાર એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને તેમના નિર્ણયનો વિરોધ કર્યો હતો. હવે હુક્કા પર પ્રતિબંધ સામે પણ સંગઠને  કોર્ટમાં જવાનો સંકેત આપ્યો છે.

હરિયાણા સરકારે પણ લગાવ્યો છે પ્રતિબંધ

ગત વર્ષે આવી જ કાર્યવાહી કરતા હરિયાણા સરકારે રાજ્યભરમાં હોટલ, રેસ્ટોરન્ટ, બાર અને વ્યવસાયિક સંસ્થાઓમાં ગ્રાહકોને હુક્કા પીરસવા પર પ્રતિબંધની ઘોષણા કરી હતી. જો કે, હરિયાણામાં ગ્રામીણ વિસ્તારોમાં વપરાતા પરંપરાગત હુક્કા પર પ્રતિબંધ લાગુ કરવામાં નહોતો આવ્યો.


Google NewsGoogle News