Get The App

કર્ણાટકમાં ડેન્ગ્યુ મહામારી જાહેર; હોમ ગાર્ડન અને કૂલરમાં મચ્છરોથી બચવા આટલું કરો

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
Karnataka Declares Dengue An Epidemic


Karnataka Declares Dengue An Epidemic: કર્ણાટકમાં ડેન્ગ્યુનો પ્રકોપ વધી રહ્યો છે તેને મહામારી જાહેર કરવામાં આવી છે. ચોમાસાની સિઝનમાં ડેન્ગ્યુ મચ્છરનો પ્રકોપ જોવા મળે છે. આ મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ વાયરસ ફેલાય છે. જો તેની યોગ્ય સારવાર ન કરવામાં આવે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. તેથી સૌથી જરૂરી છે કે તમે આ મચ્છરોને ઘરમાં આવતા અટકાવો. ત્યારે ચાલો જાણીએ કે ડેન્ગ્યુના મચ્છરોને કેવી બચી શકાય.

કૂલરના પાણીમાં લીમડાનું તેલ અને કપૂર મિક્સ કરો

ડેન્ગ્યુના મચ્છર કૂલરમાં પાણીમાં ઈંડા મુકે છે. જેથી સૌથી પહેલા પાણીમાં લીમડાનું તેલ અને કપૂર મિક્સ કરવું જરૂરી છે. દર 3 દિવસે કૂલરનું પાણી બદલતા રહો. આમ કરવાથી તમે ડેન્ગ્યુના મચ્છરોને કુલરમાં બ્રીડિંગથી બચાવી શકો છો.

હોમ ગાર્ડનમાં પાણી એકઠું થતા અટકાવો

હોમ ગાર્ડનમાં ગમે ત્યાં પાણી એકઠું થવા દેવાનું ટાળવું જોઈએ. કારણ કે સ્વચ્છ પાણીમાં મચ્છરો ઈંડા મુકે છે. સૌ પ્રથમ તમારે તમારા બગીચાને સાફ કરવું જોઈએ, વૃક્ષો અને છોડને સાફ કરવું જોઈએ અને પછી કોઈપણ વાસણમાં પાણી એકઠું થવા ન દેવું જોઈએ. 

આ પણ વાંચો: ભારતમાં પહેલીવાર ‘બેતાલા’માંથી મુક્તિ મળે એવા આઈ ડ્રોપને મંજૂરી, કિંમત ફક્ત 350 રૂપિયા


આ વસ્તુઓનો છંટકાવ કરો

ઘરના આંગણા અને લૉનમાં મચ્છરો જમા થઈ શકે છે અને તેના કારણે તમે ગમે ત્યારે ડેન્ગ્યુનો શિકાર બની શકો છો. જેથી આંગણા અને લૉનને સારી રીતે સાફ કરો, પછી લવિંગ અને કપૂર તેલનો છંટકાવ કરો. ઉલ્લેખનિય છે કે, કર્ણાટકમાં જાન્યુઆરી 2024થી જુલાઈ સુધીમાં ડેન્ગ્યુના 7362 કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે. 

ડેન્ગ્યુનાં લક્ષણો

•છ થી સાત દિવસ સુધી સતત તાવ

•સાંધા દુ:ખવા

•માથામાં દુખાવો

•ઝાડાં ઊલટી

•ખંજવાળ આવવી 

કર્ણાટકમાં ડેન્ગ્યુ મહામારી જાહેર; હોમ ગાર્ડન અને કૂલરમાં મચ્છરોથી બચવા આટલું કરો 2 - image



Google NewsGoogle News