Get The App

કોંગ્રેસી મુખ્યમંત્રીની સુરક્ષામાં મોટી ચૂકી, મંચ પર યુવક આગળ વધ્યો ત્યાં સુરક્ષાકર્મીઓએ દબોચ્યો

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસી મુખ્યમંત્રીની સુરક્ષામાં મોટી ચૂકી, મંચ પર યુવક આગળ વધ્યો ત્યાં સુરક્ષાકર્મીઓએ દબોચ્યો 1 - image


Karnataka CM Siddaramaiah security breach : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. કાર્યક્રમ દરમિયાન એક શખશ મુખ્યમંત્રીની ખુરશી તરફ દોડ્યો, પરંતુ સમયસમય મુખ્યમંત્રીના સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો. સુરક્ષાકર્મીઓએ શખશને પકડીને પોલીસને સોંપી દીધો છે. હાલ પોલીસે યુવકને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. 

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલનું મોટું એલાન, બે દિવસ બાદ દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દઈશ

મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા એક કાર્યક્રમ દરમિયાન મંચ પર હાજર હતાં. આ દરમિયાન એક શખશે એકદમથી પ્રેક્ષકોમાંથી ઊભો થઈને મુખ્યમંત્રીની ખુરશી તરફ દોડ્યો. જોકે, મુખ્યમંત્રીની સુરક્ષામાં હાજર સુરક્ષાકર્મીઓને તરત જ ખતરાની જાણ થઈ અને યુવક મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચે તે પહેલાં જ તેને ઝડપી લીધો. હજુ સુધી યુવકની આ હરકત પાછળનું કારણ જાણી શકાયું નથી અને ન તો તેની ઓળખ સામે આવી છે.

આ પણ વાંચોઃ ભાજપના ધારાસભ્યની ધરપકડ, કોન્ટ્રાક્ટરોને ધમકાવવા અને દલિતોનું અપમાન કરવાનો આરોપ

કાર્યક્રમમાં મચી ગઈ અફરાતફરી

મુખ્યમંત્રીના કાર્યક્રમમાં શખશ અચાનક દોડીને આવ્યો ત્યારે પહેલાં તો ત્યાં હાજર લોકો સમજી ન શક્યા કે આ શું થઈ રહ્યું છે. પરંતુ સુરક્ષાકર્મીઓએ તેને રોક્યો ત્યારે એકાએક લોકો ચોંકી ગયાં. આ ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો.



Google NewsGoogle News