Get The App

પાંચ હજાર કરોડનું છે મુડા કૌભાંડ, રાજીનામું આપે મુખ્યમંત્રી: સિદ્ધારમૈયા પર ભાજપના પ્રહાર

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
CM Siddaramaiah


Karnataka MUDA Scam : કર્ણાટકના રાજ્યપાલ દ્વારા 5000 કરોડના કથિત મૈસુર શહેરી વિકાસ સત્તામંડળ (MUDA) કૌભાંડમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની પરવાનગીને લઈને રાજકારણ ગરમાયું છે. જ્યારે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર રાજ્ય સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યાં હતા. ભાજપના મુખ્યમંત્રી પર પ્રહારો કરીને રાજીનામાની માંગ કરી રહી છે. બીજી તરફ, ભાજપના નેતા શહઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે, 'કર્ણાટકની કોંગ્રેસ સરકાર કદાચ દેશના ઈતિહાસની ભ્રષ્ટ સરકાર છે અને લૂટ-જૂઠને પોતાનું પ્રાથમિક એજન્ડા બનાવી દીધું છે. સરકારના દરેક વિભાગને લૂટી લેવામાં આવી રહ્યાં છે.'

આ પણ વાંચો : કેન્દ્રએ તબીબોને હડતાળ સમેટી લેવા કરી અપીલ, સુરક્ષા સુનિશ્ચિત કરવા બનાવાશે પેનલ

વિપક્ષી ગઠબંધન સરકાર અને તેમના નેતા બંધારણનું અપમાન કરી રહ્યાં છે

ભાજપે કર્ણાટકના મુદ્દાને લઈને રાખેલી પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના નેતાઓએ કર્ણાટક સરકાર સહિત મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર ગંભીર આરોપ લગાવ્યાં છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપના સાંસદ સંબિત પાત્રાએ કહ્યું હતું કે, 'વિપક્ષી ગઠબંધન સરકાર અને તેમના નેતા બંધારણનું અપમાન કરી રહ્યાં છે.' આ બધા વચ્ચે લોકોએ અરજી કરવાથી કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા કેસ ચલવવાની પરવાનગી આપી છે. જ્યારે રાજ્યપાલે પહેલા સરકાર પાસે મુડા કૌભાંડને લઈને જાણકારી માંગવાની સામે તેમણે તર્કો અને તથ્યોથી સંતુષ્ટ ન થતાં મુખ્યમંત્રી સામે કેસ ચલાવવાની અનુમતિ આપી હતી. મુડા જમીન કૌભાંડનો થોડા દિવસ પહેલા જ પર્દાફાશ કરવામાં આવ્યો છે.

5000 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ  

ભાજપના નેતા શહઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે, 'કર્ણાટકની કોંગ્રેસ સરકાર કદાચ દેશના ઈતિહાસની ભ્રષ્ટ સરકાર છે અને લૂટ-જૂઠને પોતાનું પ્રાથમિક એજન્ડા બનાવી દીધું છે. સરકારના દરેક વિભાગને લૂટી લેવામાં આવી રહ્યાં છે. મુડા કૌભાંડમાં 5000 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ કરવામાં આવ્યું છે. જેમાં મોંઘી જમીન મુખ્યમંત્રીના પત્ની, મિત્રો અને સહયોગીઓમાં વહેંચી છે અને મુખ્યમંત્રીએ તેમના સોગંદનામામાં પણ આ વાતનો ખુલાસો કર્યો નથી. ત્યારે મુખ્યમંત્રીએ રાજીનામુ આપવુ જોઈએ જેથી મુડા કૌભાંડમાં નિષ્પક્ષ તપાસ થઈ શકે.'

આ પણ વાંચો : સ્પેસમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સને થઈ ગંભીર બીમારી, હવે શું કરશે NASA?

આરોપીની તપાસ કરવા આયોગ નિયુક્ત કરાયું

ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ કહ્યું હતું કે, 'ભાજપ અને તેના અનેક કાર્યકર્તાઓ સાર્વજનિક જીવનમાં પારદર્શિતા અને ઈમાનદારી માટે લડીને અનિયમિતતા અને ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવી રહ્યાં છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર લાગેલા આરોપો એટલા ગંભીર છે કે તેમના નેતૃત્વમાં કર્ણાટક સરકારે એક વ્યક્તિનું તપાસ આયોગ નિયુક્ત કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી અને કર્ણાટક સરકારે મુડા કૌભાંડને લઈને આરોપીની તપાસ કરવા માટે આયોગ નિમવામાં આવ્યું છે.' બીજી તરફ, કોંગ્રેસ તર્ક લગાવી રહ્યું છે કે, કેસ ચલાવવા માટે મંજૂરી આપવાની રાજ્યપાલની કાર્યવાહી રાજકીય છે, જે યોગ્ય નથી.

મુખ્યમંત્રીએ નિષ્પક્ષ અને પારદર્શક તપાસ રાજીનામું આપવું જોઈએ 

બીજેપી સાંસદે કહ્યું કે, 'આરોપોની ગંભીરને ધ્યાનમાં રાખીને નિષ્પક્ષ અને પારદર્શક તપાસ માટે મુખ્યમંત્રીએ પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. અમે આશા રાખીએ છીએ કે મુખ્યમંત્રી નૈતિક જવાબદારી લેશે અને ન્યાયી તપાસ માટે રાજીનામું આપશે.' જ્યારે કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજેએ કહ્યું કે, 'રાજ્યપાલે કાર્યવાહી માટે કાયદેસરની પરવાનગી આપી છે. સિદ્ધારમૈયા બે કેસમાં દોષી છે. વાલ્મીકિ વિકાસ નિગમમાં તેમણે પોતે જ વિધાનસભામાં કબૂલ્યું હતું કે ભ્રષ્ટાચાર 187 કરોડનો નહીં પરંતુ 89 કરોડનો હતો. આ પૈસા કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ખર્ચ માટે તેલંગાણા ગયા હતા. બીજું મૈસૂરમાં મુડા કૌભાંડ છે, જ્યાં તેમની પત્નીએ ગેરકાયદેસર રીતે 14 સાઇટ્સ પર કબજો કર્યો હતો. સિદ્ધારમૈયા બંધારણીય પદ ધરાવે છે. તેમણે તાત્કાલિક રાજીનામું આપી ટ્રાયલનો સામનો કરવો જોઈએ.'

પાંચ હજાર કરોડનું છે મુડા કૌભાંડ, રાજીનામું આપે મુખ્યમંત્રી: સિદ્ધારમૈયા પર ભાજપના પ્રહાર 2 - image


Google NewsGoogle News