Get The App

મંત્રી ના બનાવાતા ભાજપના સાંસદ બરાબરના અકળાયા, પાર્ટીને જ દલિત વિરોધી ગણાવી દીધી

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
BJP Felicitates Jigajinagi in Bengaluru
Image : IANS (File Pic)

Ramesh Jigajinagi calls party anti-Dalit: કર્ણાટકના મંત્રી પદ ન મળવાના કારણે ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક સાંસદે ખુલ્લેઆમ પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી છે. ભાજપ સાંસદ (BJP MP) રમેશ જીગાજીનાગીએ દાવો કર્યો છે કે મોટાભાગના કેન્દ્રીય મંત્રીઓ ઉચ્ચ જાતિના છે. જ્યારે દલિતોને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે. 

ઘણા લોકોએ મને ભાજપમાં ન જોડાવાની સલાહ આપી હતી

રમેશ જીગાજીનાગી (Ramesh Jigajinagi)એ મંગળવારે (9 જુલાઈ) મીડિયા સાથે વાત કરતા કહ્યું કે 'ઘણા લોકોએ મને ભાજપમાં ન જોડાવાની સલાહ આપી હતી કારણ કે આ(પાર્ટી) દલિત વિરોધી (Anti Dalit) છે.' આ ઉપરાંત જ્યારે ભાજપ સાંસદને પૂછવામાં આવ્યું ખે શું આપ કેબિનેટ મંત્રી બનવા માંગો છો? આ સવાલનો જવાબ આપતા રમેશ જીગાજીનાગીએ કહ્યું કે 'મારે કેન્દ્રીય મંત્રી પદની માંગ કરવાની કોઈ જરૂરત નથી, લોકોનું સમર્થન મારા માટે જરૂરી છે, પરંતુ જ્યારે હું પાછો આવ્યો (ચૂંટણી પછી) ત્યારે લોકોએ મને ખૂબ ઠપકો આપ્યો હતો. ઘણા દલિતોએ મારી સાથે ભાજપ દલિત વિરોધી છે તે વાત પર દલીલ કરી હતી અને મારે પાર્ટીમાં જોડાતા પહેલા જાણી લેવું જોઈતું હતું.

આ પણ વાંચો : કંગના બાદ વધુ એક જાણીતી અભિનેત્રી રાજકારણમાં ઝંપલાવશે! અહીંથી ચૂંટણી લડે તેવી ચર્ચા

તમામ ઉચ્ચ વર્ણના લોકો કેબિનેટ પદ પર છે 

આ સિવાય ભાજપ નેતાએ જણાવ્યું હતું કે 'દક્ષિણ ભારતમાં 7 ચૂંટણી જીતનાર મારા જેવો દલિત એકમાત્ર વ્યક્તિ છે. તમામ ઉચ્ચ વર્ણના લોકો કેબિનેટ પદ પર છે.'  આગળ વાત કરતા રમેશ જીગાજીનાગીએ સવાલ કર્યો કે શું દલિતોએ ક્યારેય ભાજપને સમર્થન આપ્યું નથી? મને આનાથી ઘણું દુ:ખ થયું છે. ઉલ્લેખનીય છે કે 72 વર્ષીય રમેશ જીગાજીનાગી પહેલીવાર 1998ની લોકસભા ચૂંટણીમાં વિજેતા બન્યા હતા અને ત્યારથી લઈને અત્યાર સુધીની તમામ ચૂંટણીઓ જીતી ચૂક્યા છે.

મંત્રી ના બનાવાતા ભાજપના સાંસદ બરાબરના અકળાયા, પાર્ટીને જ દલિત વિરોધી ગણાવી દીધી 2 - image


Google NewsGoogle News